ભારતમાં ટેસ્લાની ફેકટરી ખોલવી હોય તો યુઝરનેમ બદલીને 'ઈલોન ભાઈ' રાખો

  • February 19, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતા મહિને ભારતમાં નથિંગ ફોન ૨એ લોન્ચ કરવા માટે તૈયાર નથિંગ ફોનના સીઇઓ કાર્લ પેઇએ ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કને ભારતમાં ટેસ્લાની ફેકટરી કેવી રીતે ખોલી શકે તે માટે એક વિનોદી સલાહ આપી છે.ચાઈનીઝ–સ્વીડિશ ઉધોગસાહસિક કાર્લ પેઈ યુએ ભારતમાં ટેસ્લા ફેકટરી બનાવવા માટે એકસ પ્લેટફોર્મ પર મસ્કને તેનું યુઝરનેમ બદલીને 'ઈલોન ભાઈ' કરવાનું સૂચન કયુ છે. પાઇએ પોતે પોતાનું એકસ યુઝરનેમ બદલીને 'એલોન ભાઈ' રાખ્યું છે.

પાઇના ટીટના જવાબમાં એક યુઝરે કોમેન્ટ કરી કે, તમે ભાઈ છો, તે મામુ બનશે. અન્ય એક યુઝરે લખ્યું, લોકેશન પર પણ આધાર રાખે છે. જો ગુજરાત હોય તો ઈલોન ભાઈ, જો મહારાષ્ટ્ર્ર તો ઈલોન ભાઉ, જો તેલંગાણા તો ઈલોન ગા, જો હરિયાણા તો ઈલોન તાઈ, જો પંજાબ તો ઈલોન પાજી, જો તમિલનાડુ તો ઈલોન અન્ના, જો. પશ્ચિમ બંગાળ પછી ઈલોન દાદા યુઝરનેઈમ રાખવું સારું પડે.


ધ ઈકોનોમિક ટાઈમ્સના તાજેતરના અહેવાલ મુજબ, ઈલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશવાની આરે છે અને સરકાર ૩૦ લાખથી વધુની ઇલેકિટ્રક કાર પર ૨–૩ વર્ષ માટે રાહતદાયક આયાત જકાત લંબાવવાની નીતિને અંતિમ સ્વપ આપી રહી છે. હાલમાં, ભારત ૩૩ લાખથી વધુની કિંમતની કાર પર ૧૦૦% અને તે શ્રેણીની નીચેની કાર માટે ૬૦% આયાત જકાત લાદે છે. જો સરકાર કામગીરીના શઆતના વર્ષેા દરમિયાન વિદેશી ઇલેકિટ્રક વેહિકલ્સ પર ૧૫%ની આયાત ડૂટી ઘટાડી દે તો ટેસ્લાએ ૨ બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.

પ્રથમ ફેકટરી ગુજરાતમાં સ્થાપશે, વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન જાહેરાત થવાની શકયતા
બિઝનેસ ડેઇલીએ જણાવ્યું હતું કે સરકાર બેંક ગેરંટીના આધારે અસ્થાયી ધોરણે આયાત ડુટી ઘટાડવાની વિચારણા કરી રહી છે. ગયા મહિને ગુજરાત વાઈબ્રન્ટ સમિટ દરમિયાન એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ટેસ્લા ફેકટરી પશ્ચિમના રાયમાં જ ખુલશે. ભારતમાં ઇલેકિટ્રક વેહિકલ્સ નિર્માતાના પ્રથમ મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના માટેની વાટાઘાટો તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, તે ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application