મોબાઈલમાં જો આ ફોટો સર્ચ કરશો તો ખાવી પડશે જેલની હવા

  • September 05, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો તમે ઈન્ટરનેટ પર કંઈપણ સર્ચ કરી રહ્યાં હોવ તો સાવધાન થઈ જાવ. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે જો આપણે ઇન્ટરનેટ પર કંઈપણ સર્ચ કરીએ તો તે કોણ જોઈ રહ્યું છે, તે આપણો અંગત મોબાઈલ છે, પણ એવું નથી. એક નાની ભૂલ તમને જેલ મોકલી શકે છે. તમે ઇન્ટરનેટ પર શું શોધી રહ્યા છો? આ વાત કોઈનાથી છુપી સકતી નથી. પરંતુ જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેરળમાં પોલીસે ઇન્ટરનેટ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તસવીરો સર્ચ, ડાઉનલોડ અને શેર કરનારાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.


37 કેસ નોંધાયા

પોલીસે રાજ્યભરમાં ઝુંબેશ હાથ ધરીને 37 કેસ નોંધીને 6 લોકોની ધરપકડ કરી હતી. ઈન્ટરનેટ પર બાળકો સાથે સંબંધિત અશ્લીલ સામગ્રી શોધવી અથવા એકઠી કરવી એ દેશમાં કાયદાકીય ગુનો છે. જો તમે પણ ઈન્ટરનેટ પર બાળકો સાથે જોડાયેલી અશ્લીલ સામગ્રી સર્ચ કરશો તો તમારે પણ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.


455 જગ્યાએ પાડ્યા દરોડા

પોલીસે આ અભિયાનને પી-હન્ટ અભિયાન નામ આપ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસે 455 સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસે વિવિધ જિલ્લામાંથી 6 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે 60 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં સૌથી વધુ મલપ્પુરમ જિલ્લામાં છે અને 23 ઉપકરણો જપ્ત કર્યા છે. તિરુવનંતપુરમ ગ્રામીણ જિલ્લામાં 39 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 29 સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application