BREAKING NEWS

સોશિયલ મીડિયામાં ઓછા ફોલોઅર્સ હશે તો ભાજપની ટિકિટ નહીં મળે

  • April 03, 2026 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાતા જ રાજકીય ગરમાવો તેજ થયો છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) આ વખતે ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક અને આધુનિક માપદંડો નિર્ધારિત કર્યા છે, જેના કારણે દાવેદારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની રણનીતિ ઘડવામાં આવી છે.
આ વખતે પક્ષે સ્પષ્ટ કર્યું છે કે જે ઉમેદવારો ફેસબુક, ટ્વિટર (એકસ), અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર સક્રિય નથી અથવા જેમના ફોલોઅર્સ ઓછા છે, તેમને ટિકિટ આપવા અંગે વિચારણા કરવામાં આવશે નહીં. 
યુવા મતદારો સુધી પહોંચવા માટે પક્ષે સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાને પ્રાથમિકતા આપી છે. દાવેદારોએ હવે નિરીક્ષકો સમક્ષ એ વિગતો પણ આપવી પડશે કે તેમના કેટલા ફોલોઅર્સ છે અને તેઓ પક્ષના કામની કેટલી પોસ્ટ દરરોજ કરે છે.
માત્ર ડિજિટલ હાજરી જ નહીં, પરંતુ પક્ષે સંગઠનાત્મક માળખામાં પરિવર્તન લાવવા માટે વય અને અનુભવના પણ નવા નિયમો લાગુ કર્યા છે: જેમાં વય મર્યાદા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે નહીં. ઉપરાંત ટર્મ મર્યાદા સતત ત્રણ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરો, જિલ્લા કે તાલુકા પંચાયતના સભ્યોને આ વખતે પડતા મૂકવામાં આવશે.
વધુમાં, દરેક સક્રિય દાવેદાર માટે ‘સરલ-નમો એપ’ ડાઉનલોડ કરવી અને પક્ષના પ્રચાર માટે તેનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ભાજપના આ ‘નો-રિપીટ’ અને આધુનિક અભિગમે અનેક દિગ્ગજ નેતાઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો છે, જ્યારે ટેક-સેવી યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News