રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આજે દેશભરમાં ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે, બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને તેમને તેમની પસંદગીની મીઠાઈ ખવડાવે છે. આ દિવસે ડાયાબિટીસના દર્દીઓ સિવાય દરેક જણ ખુશ હોય છે. ડાયાબિટીસ જેવા ગંભીર રોગથી પીડિત દર્દીઓને તહેવારમાં મજા નથી આવતી કારણકે તેમને મીઠાઈ ખાવાની સખત મનાઈ છે. સ્વાભાવિક છે કે તહેવાર દરમિયાન જો કોઈ વ્યક્તિ પોતાની પસંદગીની મીઠાઈઓ કે વાનગીઓ ન ખાઈ શકે તો શું ફાયદો? ત્યારે જો તમારા ઘરે પણ ડાયાબિટીસના દર્દીઓ છે, તો તહેવારને ખાસ બનાવવા માટે સુગર ફ્રી અંજીરના લાડુ બનાવી શકો છો. જાણો આ સુગર ફ્રી અંજીરના લાડુ કેવી રીતે બનશે.
અંજીર અને ખજૂરના લાડુ માટેની સામગ્રી:
1 કપ સૂકા અંજીર, 1 કપ ખજૂર, 2 ચમચી ઘી, ½ કપ બદામ, ½ કપ કાજુ, ½ કપ અખરોટ, 2 ચમચી કોળાના બીજ, 2 ચમચી તરબૂચના બીજ, 2 ચમચી સૂર્યમુખીના બીજ, ½ કપ સૂકું નારિયેળ, 1/3 ચમચી એલચી પાવડર
અંજીર અને ખજૂરના લાડુ બનાવવાની રીત:
સ્ટેપ 1: સૌથી પહેલા એક વાસણમાં 1 કપ સૂકા અંજીર, અડધો કપ કિસમિસ અને 1 કપ ખજૂરને પાણીમાં પલાળી રાખો. સવારે ખજૂરમાંથી બીજ કાઢી લો. હવે અંજીર અને ખજૂરને મિક્સરમાં બારીક પીસી લો.
સ્ટેપ 2: ગેસ ચાલુ કરો, તેના પર એક તવો મૂકો અને અડધો કપ ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ બદામ, અડધો કપ કાજુ, અડધો કપ અખરોટ, 2 ટેબલસ્પૂન કોળાના બીજ, 2 ટેબલસ્પૂન તરબૂચના બીજ, 2 ટેબલસ્પૂન સૂર્યમુખીના બીજ, અડધો કપ સૂકું નારિયેળ નાખીને બરાબર શેકી લો. જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેને એક મોટા બાઉલમાં કાઢી લો.
સ્ટેપ 3: હવે એ જ પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ઉમેરો જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે ગોળના 3-4 ટુકડા ઉમેરો અને તેને ઓગળવા દો. જ્યારે ગોળ ઓગળી જાય ત્યારે ગોળવાળી કડાઈમાં અંજીર અને ખજૂરનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે હલાવો. (જો ઘરમાં સુગરના દર્દી હોય તો આ લાડુમાં ગોળનો ઉપયોગ ન કરવો)
સ્ટેપ 4: હવે તેમાં ડ્રાય ફ્રુટ્સનું મિશ્રણ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે લાડુ બનાવવા માટે મિશ્રણને હાથ વડે ગોળ આકારમાં બાંધી લો. હવે લાડુને ઠંડા કરીને સર્વ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech