કોલકાતા પશ્ચિમ બંગાળની ચુંટણી પહેલા સ્થાનિક માહોલ ગરમાયો છે અને મતદાન વધારવા કેવા કેવા હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે તેનો ચોકાવનારો ખુલાસો થયો છે. બંગાળમાંથી દેશભરમાં સ્થળાંતરિત કામદારોને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે કે ઝડપથી ઘરે પાછા ફરો. મતદાન કરવા આવો, નહીંતર તમાં રાશન બધં કરી દેવામાં આવશે અને આધાર કાર્ડ કાપી નાખવામાં આવશે. આથી વિવિધ રાયોમાં કામ કરતા બંગાળના ઘણા સ્થળાંતરિત કામદારોમાં આ મુદે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેટલાક લોકો ડરના માર્યા મતદાનના દિવસ પહેલા જ ઘરે પાછા ફર્યા છે, યારે કેટલાક હજુ પણ ચિંતિત છે. ધમકીભર્યા કોલ્સની શ્રેણીએ એક નવો પ્રશ્ન ઉભો કર્યેા છે. મતદાન દબાણ અને અધિકાર બંનેનું સાધન બની રહ્યું છે. ૨૩ અને ૨૯ એપ્રિલના મતદાનના દિવસો નજીક આવતાં, સ્થળાંતરિત કામદારો સામે વાસ્તવિક પસંદગી એ છે કે ડરને વશ થવું કે લોકશાહી માટે ઊભા રહેવું...