અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી કહ્યું છે કે જો ઈરાન તેમને મારવાનો પ્રયાસ કરશે તો તેઓ આખા દેશને બરબાદ કરી દેશે. તેમણે વધુમાં કહ્યું કે તેમણે તેમના સલાહકારોને કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. અમેરિકાએ સંકેત આપ્યો કે તે પરમાણુ શસ્ત્રો વિકસાવવાના આરોપોને લઈને ઈરાન પર દબાણની નીતિ લાદવાની યોજના બનાવી રહ્યું છે.ઈરાનના ખતરાને કારણે ચુંટણી પૂર્વે પેન્સિલવેનિયામાં રેલી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ્ની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તે રેલીમાં ટ્રમ્પ્ના કાનમાં ગોળી વાગી હતી. જોકે, અધિકારીઓએ પછી એમ પણ કહ્યું હતું કે તેઓ માનતા નથી કે ઈરાન હત્યાના પ્રયાસમાં સામેલ હતું, તેમ છતાં ટ્રમ્પ ઈરાનને છોડી દેવામાં માનતા નથી જ.
ટ્રમ્પે તેહરાન પર મહત્તમ દબાણ લાવવાના આદેશ પર હસ્તાક્ષર કયર્િ છે. તેમણે કહ્યું, ’જો તેઓ મારી હત્યાનો પ્રયાસ કરશે, તો તેઓ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.’ કંઈ બચશે નહીં. એવું કહેવાય છે કે 2020માં, ટ્રમ્પે એક હુમલાનો આદેશ આપ્યો હતો જેમાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નેતા કાસિમ સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓ લાંબા સમયથી ટ્રમ્પ અને અન્ય લોકો સામે ઈરાનની ધમકીઓ પર નજર રાખી રહ્યા છે. નવેમ્બરમાં પણ, ન્યાય વિભાગે જાહેરાત કરી હતી કે તેણે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પ્ને મારવાના ઈરાનના કાવતરાને નિષ્ફળ બનાવી દીધો છે.
ન્યાય વિભાગે ઈરાની અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સપ્ટેમ્બરમાં 51 વર્ષીય ફરહાદ શકેરીને ટ્રમ્પ પર નજર રાખવા અને તેમની હત્યા કરવા માટે નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ ઈરાની અધિકારીઓએ આરોપોને નકારી કાઢ્યા. વિદેશ પ્રવક્તા ઇસ્માઇલ બાગીએ દાવો કર્યો હતો કે આ ઇઝરાયલ સાથે જોડાયેલા જૂથ દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોને પ્રભાવિત કરવાનું કાવતરું હતું.
મેનહટન કોર્ટમાં દાખલ કરાયેલી ફોજદારી ફરિયાદ મુજબ, ઈરાનમાં રહેતા શકેરીએ એફબીઆઈને જણાવ્યું હતું કે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ ફોર્સના એક વ્યક્તિએ સપ્ટેમ્બરમાં તેમને અન્ય કામ બંધ કરવા અને સાત દિવસમાં ટ્રમ્પ્ને મારી નાખવાની યોજના બનાવવાનો આદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech