નખ વારંવાર તૂટે છે તો તે હોય શકે છે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યા

  • May 22, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોકરીઓને સુંદર લાંબા નખ ગમે છે, તેથી જ તેઓ પોતાના નખનું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ શું જાણો છો કે નખ વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે પણ જણાવે છે. ચમકદાર અને મજબૂત નખ સારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે, જ્યારે નખનું વારંવાર તૂટવું, રંગ બદલવો, નખ નબળા પડવા એ શરીરમાં સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. આ સંકેતોને અવગણવા જોઈએ નહીં.


ઘણી વખત ઘરમાં કામ કરતી વખતે નખ તૂટી જાય છે, જેના કારણે છોકરીઓ ઘણી ચિંતિત રહે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ કારણ વગર પણ નખ તૂટવા લાગે છે અથવા નિસ્તેજ દેખાય છે. જો આવું વારંવાર થતું હોય તો તેને અવગણશો નહીં. નખ નબળા પડવા અને વારંવાર તૂટવા પાછળના કારણો શું હોઈ શકે છે?

કેલ્શિયમની ઉણપ


કેલ્શિયમ શરીરમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે.  હાડકાંને મજબૂત રાખવા,દાંત અને નખ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે નખ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે.

આયર્નની ઉણપ


શરીરમાં આયર્નની ઉણપને કારણે  હિમોગ્લોબિનનું ઉત્પાદન અવરોધાય છે, જેના કારણે શરીરમાં એનિમિયા થાય છે. જેના કારણે નખના રંગમાં ફેરફાર થઈ શકે છે. આ સિવાય નખ ખૂબ જ નબળા થઈ જાય છે, જેના કારણે વારંવાર નખ કપાવા અને તૂટવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

વિટામિન B12 ની ઉણપ


શરીરમાં વિટામીન B12 ની ઉણપને કારણે કોશિકાઓના નિર્માણમાં સમસ્યા થઈ શકે છે, આ કારણે નખના નબળા પડવાની સાથે ત્વચા પર પણ અસર થઈ શકે છે. આ સિવાય વજન ઘટવું, ભૂખ ન લાગવી, હાથ-પગમાં કળતર વગેરે જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે.

હાઇપોથાઇરોઇડની સમસ્યા


હાઈપોથાઈરોઈડ એક હોર્મોનલ સમસ્યા છે, જેના કારણે થાક, વજન વધવું, માંસપેશીઓમાં દુખાવો વગેરે સિવાય વાળ ખરવા,વાળ નબળા પડવા અને નખ તૂટવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application