પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જેતપુરની પાઇપલાઇનના પ્રોજેકટને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
શ્રી ગુજરાત સમસ્ત ખારવાસમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઇ કુહાડા સહિત માછીમાર આગેવાનો દ્વારા પોરબંદરના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્રમાં વડાપ્રધાનને સંબોધીને જણાવાયુ હતુ કે આપ હમેશા સાગરખેડુના હિતને અને સર્વાંગી વિકાસને લઇ ચિંતિત રહ્યા છો તથ તેના ઉકેલ માટે હંમેશા આપે સતત પ્રયત્નો કર્યા છે. ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને ફેકટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલયુકત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલયુકત પાણી પ્રોપર ટ્રીટ કરી રીયુઝના આદેશ કરવાના બલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ‘ડીપ સી ડીસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેકટ’ની પરવાનગી આપતા રાજ્યના માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઇ જીવસૃષ્ટિના અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.
જેતપુર ખાતે ૨૦૦૦ ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલ છે. આ તમામ ફેકટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોના શિકાર બની શકે છે.
તદ્ઉપરાંત જેતપુરથી પોરબંદર સુધી ઉપલેટા, માણાવદર, કુતિયાણા વિસ્તારના ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીનની પાઇપલાઇન જો કયાંય પણ લીકેજ થતા ખેડૂતોની જમીન પણ ઝેરીકેમિકલયુકત બંજર બની શકે છે.અહી આપને જણાવવાનું જરી રહેશે કે ભૂતકાળમાં અમેરિકા જેવા દેશોએ આપણા દયિાઇ પાણીની ગુણવત્તાની ખામીને લઇને ગુજરાતની દરિયાઇ સીમામાં જોવા મળતા કાચબા પર માઠી અસરને ધ્યાને રાખી રાજ્યમાંથી એકસપોર્ટ થતી મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લાદવામાં આવેલ હતો. વધુમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં જોવા મળતી વ્હેલશાર્ક, ગ્રીન સી, દરિયાઇ કાચબા, ડોલ્ફીન જેવી ‘વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન’ હેઠળ ‘શેડયુલ-૧’માં આવતા દરિયાઇ જીવોના સંરક્ષણ પ્રત્યે માછીમારો સભાન રહી સક્રિયપણે તેનું જતન કરી રહ્યા છે. ત્યારે આ કેમિકલ વેસ્ટ દરિયામાં ઠલવાતા આ દરિયાઇ જીવસૃષ્ટિ પણ ભૂતકાળ બની જશે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ‘સ્વચ્છ સમુદ્ર સમૃધ્ધ સમુદ્ર’ દ્વારા સમુદ્ર સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો અવિરત પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા જ નિયમોની એસીતેસી કરી ‘ડીપ સી ડીસ્પોઝલ પાઇપ લાઇન પ્રોજેકટ’ ને મંજૂરી આપવાની બાબત સૌરાષ્ટ્રના સમુદ્રી જીવોની સાથે સાથે પરંપરાગત માછીમારોના અસ્તિત્વ ઉપર ખતરો બની રહેશે.ઉપરોકત બાબત ધ્યાને લઇ રાજ્યના માછીમારો, મત્સ્યોદ્યોગના અસ્તિત્વ અને કાંઠા વિસ્તારના લોકોના આરોગ્ય સામે ખતરાપ ‘ડીપ સી ડીસ્પોઝલ પાઇપ લાઇન પ્રોજેકટ’ તાત્કાલિક અસરથી રદ કરાવવા આપને અમારી અપીલ છે. તેવી રજૂઆત ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ સહિત ઉપપ્રમુખ જીતુભાઇ મોહનભાઇ કુહાડા અને તેમની ટીમે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech