કાયદાના વિદ્યાર્થીઓને અંતિમ માર્કશીટ અને ડિગ્રી લેતા પહેલા શિક્ષણ સંસ્થાએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા મામલાની જાણકારી આપવી ફરજિયાત થશે. તેમાં નોંધાયેલ એફઆઈઆર, ફોજદારી કેસો, દોષિત ઠરાવવા અથવા નિર્દોષ જાહેર થવાની જાહેરાત કરવી આવશ્યક છે. આ પ્રકારની માહિતીનો ખુલાસો ન કરવા પર ડિગ્રી રોકવા સહિતની કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ સંસ્થા આ કેસની જાણકારી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીએઈ)ને મોકલશે અને અંતિમ માર્કશીટ અને ડિગ્રી જાહેર કરતા પહેલા બીસીઆઈના નિર્ણયની રાહ જોવી પડશે. બીસીઆઈએ મંગળવારે જાહેર સૂચનામાં કાયદાકીય સૂનવણીના નૈતિક માનકોને બનાવી રાખવા માટે આ ઉપાય કર્યો છે. દેશની તમમ વિધિ શિક્ષણ સંસ્થાઓ માટે જાહેર કરેલા આ સૂચનમાં બાયોમેટ્રીક હાજરી સહિત અન્ય સૂચનો પણ આપવામાં આવ્યા છે. બીસીઆઈએ કહ્યું કે, આ સૂચનોનું પાલન નહીં કરવા પર વિદ્યાર્થીની અંતિમ માર્કશીટ અ ડિગ્રી રોકવામાં આવશે.
આ છે સૂચનાઓ
લો કોલેજોમાં ઉપસ્થિતિ માટે બાયોમેટ્રીકની વ્યવસ્થા.
આચરણ અને જવાબદારી સુનિશ્વિત કરવા માટે મુખ્ય સ્થાનો પર સીસીટીવી કેમેરા, એક વર્ષ રેકોર્ડિંગ રાખવું પડશે.
એલએલબીના અભ્યાસ દરમ્યાન અન્ય નિયમિત શૈક્ષણિક ડિગ્રી ન લેવાની જાહેરાત કરવી પડશે.
એએલએલબી ડિગ્રી દરમ્યાન માન્ય અનુમતિ વગર કોઈ પણ નોકરી સેવા અથવા વ્યવસાયમાં સામેલ ન થવા જાહેરાત કરવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech