2000ની નોટ બંધ થશે તો હવે 1000ની નોટ આવશે? આરબીઆઇએ કરી આ સ્પષ્ટતા

  • May 23, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વહેલા મોડી ૨૦૦૦ની નોટ બંધ થશે એવી લોકોમાં ઘણા સમયથી અફવા ફેલાયેલી હતી. હાલ સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવીને એટલી કિંમતની બીજા ચલણની નોટ લઇ લેવાની જાહેરાત કરીછે ત્યારથી ૧૦૦૦ની નોટ આવશે એ જાણવા સૌ ઉત્સૂક હતા. ૩૦ સપ્ટેમ્બર પછી સૌથી ઉંચા દરની નોટ માત્ર ૫૦૦ રુપિયાની જ રહે છે. 


આવા સંજોગોમાં સપોર્ટમાં ૧૦૦૦ની નોટ ચોકકસ બહાર પાડવામાં આવશે એવું કેટલાક માનતા હતા. જો કે આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગર્વનર શકિતદાસે સ્પષ્ટતા કરી હતી કે  આ માત્ર અનુમાન કરવામાં આવી રહયું છે પરંતુ હાલમાં એવો ૧૦૦૦ની નોટ બહાર પાડવાનો કોઇ જ પ્રસ્તાવ નથી. વર્તમાનમાં આવું કોઇ આયોજન ન હોવાથી ૧૦૦૦ની નોટ બહાર પડવાની ચર્ચા ખોટી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application