એઆઈથી કોઈનો વીડિઓ બનાવ્યો તો ખેર નહી રહે

  • November 08, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારે આવી ખોટી માહિતી માટે સજા અને દંડની જોગવાઈ કરી


ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના ફેક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાં ડીપફેકની મદદથી અભિનેત્રીના ચહેરાને કોઈ અન્યના વીડિયો પર સુપરઇમ્પૉઝ કરવામાં આવ્યો છે


ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના ફેક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાં ડીપફેકની મદદથી અભિનેત્રીના ચહેરાને કોઈ અન્યના વીડિયો પર સુપરઇમ્પૉઝ કરવામાં આવ્યો છે. જેઓ નથી જાણતા કે ડીપફેક શું છે, તે વાસ્તવમાં એક પ્રકારનું સિન્થેટીક મીડિયા છે જેમાં એઆઈનો ઉપયોગ કરીને હાલના ફોટા અથવા વીડિયોમાંની વ્યક્તિની જગ્યાએ કોઈ અન્યના ફોટા સાથે બદલવામાં આવે છે. અભિનેત્રીનો વીડિયો હેડલાઈન્સમાં આવતાની સાથે જ સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને આ સંબંધમાં તેના નક્કર નિયમો યાદ કરાવ્યા છે., એટલે કે હવે જો કોઇ ડીપફેક વીડિયો બનાવવાની કોશિશ કરશે તો પણ ફસાઇ શકે છે. 


ભારત સરકારે આવી ખોટી માહિતી માટે સજા અને દંડની જોગવાઈ કરી છે. ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી એક્ટ, 2000ની કલમ 66Dનો ઉલ્લેખ કરીને, જે 'કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજા' સાથે સંબંધિત છે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે કૉમ્યૂનિકેશન ડિવાઈસ અથવા કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને નકલ કરીને કોઈ વ્યક્તિ છેતરપિંડી માટે દોષિત સાબિત થઈ શકે છે. 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની સજા. આ નિયમની યાદ અપાવતા સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને પણ આવી સામગ્રી સામે કડક પગલાં લેવા અને પ્રાથમિક સ્ત્રોતની ઓળખ કરવા જણાવ્યું છે.


વાયરલ વીડિયોની સચ્ચાઇ 

ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી લિફ્ટની અંદર આવતી જોવા મળી રહી છે જેમાં તે બૉલ્ડ અંદાજમાં બતાવવામાં આવી છે. જો કે આ વીડિયોની સત્યતા એ છે કે આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ ઝરા પટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યો હતો. ઝરા પટેલના શરીરનો ઉપયોગ કરીને ડીપફેકની મદદથી આ વીડિયોમાં રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઇમ્પૉઝ કરવામાં આવ્યો છે.જ્યારે તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો વીડિયોમાં ઝારા પટેલ લિફ્ટમાં પ્રવેશતાની સાથે જ તેનો ચહેરો અભિનેત્રી રશ્મિકા મંદાનાના ચહેરામાં બદલાઈ રહ્યો છે, જે જણાવે છે કે વીડિયો નકલી છે અને તે એઆઈના  ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application