મોબાઇલ ફોન: સમજીને વપરાય તો પ્રગતિ નહીંતર અધોગતિ

  • April 13, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ મોબાઈલ ફોન પણ આવું જ પાસુ ધરાવે છે. મોબાઈલ ફોનનો સમજીને વિવેકબુધ્ધીથી ઉપયોગ થાય તો ફોન પ્રગતિની પ્રોફાઈલ એટલે કે નોકરી, ધંધા, વ્યવસાયના માટેના પ્રગતિના દ્રાર ખોલનારો સાથી બની રહે છે. જો આજ મોબાઈલ ફોનનો મીસ યુઝ એટલે કે સિક્કાની બીજીબાજુની માફક વિવેક બુધ્ધી ચૂકીને સમયા વિના (દુર) ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ ફોન અધોગતિની ખાઈ બનીને ઉભો રહી જાય છે. સ્માર્ટ ફોન આવ્યા બાદ સાયબર ક્રાઈમને પણ જબ્બરૂ ઉત્તેજન મળ્યું છે. બાળકો તો ઘોડિયામાંથી જ હવે મોબાઈલ ફોનના બીનજરૂરી યુઝર્સ બની રહ્યા છે જે આવનારી પેઢી માટે લાલબત્તી સમાન પણ ગણી શકાય તેવું તજજ્ઞોનું માનવું છે.

મોબાઈલ ફોનથી એવી સુવિધા છે કે તમે દુનિયાના કોઈપણ છેડે હોવ અથવાતો તમારા નોકરી, વ્યવસાય, બિઝનેશના સ્થળ છોડીને બહાર ગયા હોવ તો પણ ભલે તમારી ફિઝિકલી પેઝન્ટ ન હોય પરંતુ મોબાઈલ થકી બધુ કામ આસાન કરી શકો છો. મોબાઈલ ફોન સમય બચાવનારો, સદઉપયોગી સાધન છે. બેન્કોમાં કે કોઈપણ નાણાકીય વ્યવહારો, સરકારી કે આવી કચેરીઓ, યુનિટોમાં ફોર્મ ભરવા કે આવી કોઈપણ પ્રક્રિયાઓમાં લાઈનોમાં ઉભા રહેવું સહિતની ઝંઝટમાંથી સ્માર્ટ ફોનથી છૂટકારો મળી ગયો છે. ઘરે અથવા તમે જયા હોય ત્યાંથી મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન બધા વ્યવહારો થઈ શકે સમય, શકિત અને નાણા ત્રણેયની બચત થાય છે ખરેખર આ બધી દ્રષ્ટ્રિએ મોબાઈલ ફોન લેપટોપ આવા ઈલેકટ્રોનિકસ સાધનો આશીર્વાદરૂપ બન્યા છે.

મોબાઈલ સદઉપયોગની સાથે જો સાવચેતી, સાવધાની રાખવામાં ન આવે તો આર્થિક ખોટ રૂપ પુરવાર થાય છે. ઓનલાઈન બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ થકી કે સાઈટ હેક કરી હેકર્સ, સાયબર ક્રાઈમ માફિયા એક કિલક માત્રથી બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખે છે. નાણાકીય ફ્રોડ આચરે છે. કોઈને કોઈ રીતે વિશ્ર્વાસમાં લઈ બ્લેકમેલ કરવા સાયબર ક્રાઈમ માફિયાઓ માટે આર્થિક કમાણીનું સાધન પણ મોબાઈલ ફોન બની ગયો છે. ફોન યુઝમાં કોઈપણ પ્રકારના કોલ–મેસેજ, લીંકથી આર્થિક કે કોઈપણ રીતના વ્યવસાયિક લાભની લાલસામાં ન આવવું, સતર્કતા દાખવીને ફોનનો સદઉપયોગ કરવાથી ફોન પ્રગતિની પરિભાષા બની રહે છે.


મોબાઈલ ફોન નાના બાળકો માટે અણસમજથી રમકડું સમજીને આપી દેવાતો ફોન બધી રીતે નુકસાનરૂપ સાબિત થઈ રહ્યો છે. ઘોડિયામાં સૂતેલા બાળકને ત્યાંથી જ મોબાઈલ ફોનની લત લાગી જાય છે. બાળક તો નિર્દેાષ બાળબુધ્ધીમાં હોય તે રમકડું સમજીને રમે પરંતુ બાળકને મોબાઈલ ફોન આપનારા પરિવારજનોની દોષ કે ભૂલ કહેવાય, બાળક રડતું હોય કે એકલું એકલું રમ્યા રાખે (સરવાળે પડયું રહે હેરાન ન કરે નિરાંત રાખે) એવા ભાવથી પણ મોબાઈલ ફોન રમકડું સમજીને થમાવી દેવામાં આવે છે પણ પરિવારજનો એ નથી સમજતા કે એ એક ગંભીર ભુલ છે. બાળકને રમાડવું તેના માટે સમય આપવો એ બધુ કરવાના બદલે મોબાઈલ આપી દેવો એટલે બાળકનું બચપણ મોબાઈલમાં જ વ્યતિત જેવું બને છે. મા, બાપ, પરિવારના અન્ય સભ્યોનો નાનપણમાં મળનારો પ્રેમ, હત્પંફના બદલે મોબાઈલ ફોન સર્વસ્વ બની જાય છે


ન સમજો તો ઉંઘ હરામ કરનાર ૨૪ કલાક સાથે રહેતો આર્થિક, શારીરિક દુશ્મન પણ
મોબાઈલ ફોન સમજીને સકારાત્મક રીતે વપરાશ થાય તો ખુબજ ઉપયોગી છે, પણ જો કુટેવ લત પડે તો ઉંઘ હરામ કરનાર ૨૪ કલાક સાથે રહેતા દુશ્મન જેવો છે. સ્માર્ટ ફોન થકી અલગ–અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર કન્ટીન્યુ એકિટવ રહેવું મોડીરાત સુધી મોબાઈલ ફોનમાં જ મથ્યા રહે જેના કારણે ઉંઘ હરામ થઈ જાય. ન તો બીજા દિવસ સમયસર નોકરી, વ્યવસાયમાં પહોંચે અને પહોંચે તો ઉજાગરને લઈને પુરતુ ધ્યાન ન આપી શકે. નોકરી, ધંધામાં પણ બીનજરૂરી રીતે સોશિયલ એકાઉન્ટસમાં રચ્યાપચ્યા રહેવાથી પોતાના નોકરી, વેપાર, વ્યવસાયને પણ ન્યાય ન આપી શકે આમ ધીમા ઝેરની માફક આર્થિક રીતે નુકસાનકારક બની રહે. સતત ફોન યુઝને લઈને આંગળીઓ, હાથની મુવમેન્ટ સાથે ગરદન, કમર અને આંખો ત્રણેયને પણ એટલો જ શ્રમ પડયા કરે છે, અને અંતમાં મોબાઈલ યુૂઝર્સ (એડીકટ) કોઈને કોઈ રોગનો ભોગ બને છે અને સારવાર પાછળ આથિર્ક ખર્ચમાં ડૂબે આમ મોબાઈલ ફોન જો સમજીને ન વાપરો તો ઉંઘ હરામ કરનાર અને ૨૪ કલાક સાથે રહેતા આર્થિક અને શારીરિક દુશ્મન સમાન પણ કહીં શકાય, જૈસી જીસકી સોંચ

બાળકોને શેરી રમતો સાવ ભૂલાઈ શારીરિક વિકાસ પણ રૂંધાવા લાગશે

મોબાઈલ બાળકોને ઘોડિયામાંથી આ કુટેવ કે વ્યસન બની જાય છે જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ બાળક મોબાઈલમાં અલગ–અલગ ગેમોના રવાડે ચડે, અન્ય આવી એપ કે, લીંક થકી મળતી લત્તમાં પડી જાય છે. મોબાઈલ ફોનનો એવો એડીકટ બની જાય કે જો માતા–પિતા ટોંકે, ટપારે, ઠપકો આપે કે મોબાઈલ ન આપે તો ચીડિયો બની જાય અને મોબાઈલને લઈને સગીરવયના બાળકોએ ઘર છોડયા, આપઘાત કર્યા સુધીના બનાવો બનવા લાગ્યા છે. પહેલા બાળકો ઘોડિયામાં બહાર નીકળે તો ઘરમાં પાપા પગલી ચાલતા, રમતા, જેમ–જેમ મોટા થાય તેમ તેમ ઘર, શેરીમાં રમે, ભૂલકાઓ એકઠા થાય શેરી રમતો રમે જેથી એક ભાતૃભાવ પણ કેળવાતો આ બધુ હવે ભૂતકાળ જેવું બનવા તરફ છે. બાળક ઘોડિયામાંથી જ મોબાઈલમાં મસ્ત થઈ જવાથી મોટુ થયે ઘરમાં સોફા, બેડ કે આવા સ્થળે પડયા–પડયા મોબાઈલમાં જ ગેમ રમ્યા રાખે કે આવી પ્રવૃત્તિ કરે. પરિવારજનોને એવું લાગે કે શાંતિથી એક જગ્યાએ બેઠો તો રહે છે પણ આવા કારણોસર તેનો શારીરિક વિકાસ પણ રૂંધાય છે. બેઠાડું જીવન બચપણથી જ મેદસ્વતાનું ઘર બની જાય છે અને નાનપણમાં જ રોગોને આમંત્રિત કરનાર બની રહે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application