જો અચાનક જ ઘરે મહેમાન આવી જાય, તો તેમના માટે બનાવો સ્પેશિયલ તંદૂરી આલૂ બનાવો

  • September 30, 2024 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પરિવારના સભ્યોને કે મહેમાનોને ખુશ કરવા કંઈક નવું ટ્રાય કરવા માંગો છો? તો આ રેસીપી પરફેક્ટ છે. તંદૂરી આલૂ એક એવી વાનગી છે, જેને નાસ્તા અથવા રાત્રિભોજનમાં મહેમાનોને સરળતાથી સર્વ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો.


તંદૂરી આલુ બનાવવા માટેની સામગ્રી


 બટેટા - 5-6 (મધ્યમ કદના, ધોઈને છાલ ઉતારેલા)

 દહીં - 1 કપ

 આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી

 લાલ મરચું પાવડર - 1/2 ચમચી

 ધાણા પાવડર - 1 ચમચી

 ગરમ મસાલો - 1/4 ચમચી

 આમચુર પાવડર - 1/4 ચમચી

 મીઠું - સ્વાદ મુજબ

 જીરું પાવડર - 1/4 ચમચી

 કસૂરી મેથી - 1/2 ચમચી

 તેલ - 1 ચમચી

 લીંબુનો રસ - 1 ચમચી

 લીલા ધાણા – બારીક સમારેલી, ગાર્નિશ માટે


તંદૂરી બટેટા બનાવવાની રીત


  • તંદૂરી બટેટા બનાવવા માટે સૌપ્રથમ બટાકાને મધ્યમ કદના ટુકડાઓમાં કાપી લો.

  • હવે એક મોટા બાઉલમાં સમારેલા બટેટા, દહીં, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચુર પાવડર, મીઠું, જીરું પાવડર, કસૂરી મેથી અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • ખાતરી કરો કે બધા બટેટા મસાલા સાથે સારી રીતે મિક્સ થઇ ગયા છે કે નહી. પછી બટેટાને ઓછામાં ઓછા 30 મિનિટ માટે મેરીનેટ થવા દો.

  • આમ કરવાથી મસાલા બટેટામાં સારી રીતે ભળી જશે અને સ્વાદમાં વધશે.

  • પછી ઓવનને 200 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહિટ કરો અને મેરીનેટ કરેલા બટેટાને બેકિંગ ટ્રેમાં ફેલાવો. ઉપર થોડું તેલ રેડો અને લીલા ધાણા વડે ગાર્નિશ કરો.

  • હવે બટેટાને 20-25 મિનિટ માટે અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. બટેટાને ક્યારેક-ક્યારેક ફેરવતા રહો.


  • પછી કોઈપણ ચટણી સાથે ગરમ તંદૂરી બટેટા સર્વ કરો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application