BREAKING NEWS

સોનાની આયાતમાં 30-40 ટકા ઘટાડો થાય તો દેશના 20-25 બિલિયન ડોલર બચી શકે

  • May 12, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. આટલું જ નહીં તેમણે સાથે સાથે લોકોને એક વર્ષ સુધી ગમે તે પ્રસંગ હોય સોનું ન ખરીદવા પણ હાંકલ કરી છે. જેથી સવાલ થાય કે પેટ્રોલ-ડીઝલ તો ઠીક પણ સોનું ન ખરીદવાથી દેશને શું ફાયદો થાય? PM મોદીની આ અપીલ પાછળ વિદેશ મુદ્રા ભંડાર બચાવવાનું મોટું ગણિત છુપાયેલું છે. ભારત દુનિયામાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આપણે આપણી જરૂરિયાતનું મોટાભાગનું સોનું આયાત કરીએ છીએ અને તેની ચૂકવણી ડોલરમાં કરવી પડે છે. ભારતે નાણાકીય વર્ષ 2026માં 72 બિલિયન ડોલર એટલે કે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું છે, જે પાછલા વર્ષ કરતા 24 ટકા વધુ હતું. જો ભારતીયો એક વર્ષ માટે સોનાની ખરીદીમાં કાપ મૂકે, તો તેની સીધી અસર દેશના કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર પડશે. જો સોનાની આયાતમાં 30-40 ટકા ઘટાડો થાય, તો દેશના 20-25 બિલિયન ડોલર બચી શકે છે. ડોલરની માંગ ઘટતા ભારતીય રૂપિયો મજબૂત થશે અને બચેલા ડોલરનો ઉપયોગ મોંઘા ક્રૂડ ઓઈલની ચૂકવણી માટે કરી શકાશે. અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે તેલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને પાર કરી ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિમાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ માનીને વધુ ખરીદી કરે છે, જેના કારણે ડોલર વધુ બહાર જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application