મહિલા આઈપીએસ અધિકારી ફીટ હોય તો તાલીમ પર રોક શું કામ?
મહિલા આઈપીએસ અધિકારી ફીટ હોય તો તાલીમ પર રોક શું કામ?
July 09, 2026 02:16 PM
મધ્યપ્રદેશ કેડરની આઈપીએસ અધિકારીને પ્રોબેશનની તાલીમ લેતા રોકવામાં આવતા અધિકારીએ આ અંગે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી જેના જવાબમાં સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે કે જો મહિલા સંપૂર્ણ ફીટ હોય તો તેને તાલીમ લેતા રોકવી શા માટે જોઈએ? આ કેસમાં આજે આગામી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ અરજી ૧૯૯૩ના ગૃહ મંત્રાલયના કાર્યાલયના મેમોરેન્ડમને પડકારે છે જેમાં ગર્ભવતી મહિલા આઈપીએસ અધિકારીઓને પ્રોબેશન દરમિયાન તાલીમ આપવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો હતો. ઉર્વશી સેંગરે નવેમ્બર ૨૦૨૩માં ફેઝ ૧ તાલીમ શ કરી હતી. એપ્રિલ ૨૦૨૫માં ફેઝ ૨ તાલીમ દરમિયાન, તે ગર્ભવતી થઈ અને એકેડેમીને જાણ કરી. ત્યારબાદ તેણીને તાલીમ અધવચ્ચે છોડીને ડિલિવરી પછી એક વર્ષ પછીની બેચ સાથે તાલીમ ફરી શ કરવા કહેવામાં આવ્યું. સુપ્રીમે નોંધ્યું કે મહિલાઓની સુખાકારી માટે રચાયેલ સિસ્ટમનો ઉપયોગ અધિકારો હડપ કરવા માટે ન થવો જોઈએ.આ બાબતે, ન્યાયાધીશ મનોજ મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે હાઇકોર્ટનો આદેશ એક વચગાળાનો આદેશ છે. હાઇકોર્ટે હજુ સુધી આ બાબતે અંતિમ નિર્ણય જારી કર્યેા નથી. બધી મહિલાઓ પર સમાન નિયમ કેવી રીતે લાગુ કરી શકાય? કોર્ટે નોંધ્યું હતું કે ગર્ભધારણ કર્યાના બે વર્ષ પછી પણ, કોઈ વ્યકિત સર્જરી અથવા અન્ય તબીબી પરિસ્થિતિઓને કારણે તાલીમ માટે સંપૂર્ણપણે યોગ્ય ન હોઈ શકે. આવી સ્થિતિમાં, એક જ નિયમ બધા પર સમાન રીતે લાગુ કરી શકાતો નથી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મહિલાઓના કલ્યાણ માટે રચાયેલ સિસ્ટમનો ઉપયોગ તેમના અધિકારો છીનવી લેવા માટે કરી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એમ પણ પૂછયું હતું કે શું ઉર્વશી સેંગરને જૂન ૨૦૨૬ માં શ થનારા તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપી શકાય છે.