ટ્રમ્પ 2020માં રાષ્ટ્રપતિ બન્યા હોત તો રશિયા યુક્રેન લડ્યા ન હોત

  • January 25, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે જો 2020માં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં હોત તો ’યુક્રેનમાં કટોકટી’ ટાળી શકાઈ હોત, અને કહ્યું કે તેઓ સંઘર્ષ વિશે તેમની સાથે વાત કરવા તૈયાર છે.. આ પહેલા ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા છે કે જો તેઓ સત્તામાં હોત તો આ યુદ્ધ ન થયું હોત,પુતિને પણ આ જ વાત કહી હતી. તેમણે ટ્રમ્પ્ના એ આરોપ્ને પણ પુનરાવર્તિત કર્યો કે 2020ની ચૂંટણીમાં તેમની જીત બીજા પક્ષ દ્વારા ચોરી લેવામાં આવી હતી.પુતિને કહ્યું, ’હું ટ્રમ્પ સાથે સહમત છું કે જો 2020 માં તેમની જીત છીનવાઈ ન હોત, તો કદાચ 2022 માં યુક્રેન કટોકટી ન થઈ હોત અને આ તેમની સાથે ખોટું હતું.’ રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મોસ્કો હંમેશા યુક્રેન મુદ્દા પર વાતચીત માટે તૈયાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, ’જ્યાં સુધી વાતચીતનો સવાલ છે, અમે હંમેશા કહ્યું છે અને હું ફરી એકવાર એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું કે અમે યુક્રેન મુદ્દા પર વાતચીત માટે તૈયાર છીએ.ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ’એક દિવસમાં’ યુક્રેનમાં યુદ્ધનો અંત લાવી શકે છે. જો કે, તેમણે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે તેમના ખાસ દૂત કીથ કેલીને 100 દિવસનો સમય આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી શાંતિ કરાર માટે તેમની સાથે વાત કરવા માંગે છે અને પુતિને પણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. ટ્રમ્પે આગળ કહ્યું, ’મને લાગે છે કે રશિયાએ સમાધાન કરવું જોઈએ.’ કદાચ તેઓ સમાધાન કરવા માંગે છે. મારી માહિતી મુજબ, પુતિન પણ મને મળવા માંગે છે. આપણે શક્ય તેટલી વહેલી તકે મળીશું.હકીકતમાં, સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતી વખતે, યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સાઉદી અરેબિયા અને ઓપેકને તેલના ભાવ ઘટાડવા કહેશે; જો ભાવ ઘટશે, તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે. જો 2020માં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં હોત તો ’યુક્રેનમાં કટોકટી’ ટાળી શકાઈ હોત, અને કહ્યું કે તેઓ સંઘર્ષ વિશે તેમની સાથે વાત કરવા તૈયાર છે.. આ પહેલા ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા છે કે જો તેઓ સત્તામાં હોત તો આ યુદ્ધ ન થયું હોત,પુતિને પણ આ જ વાત કહી હતી. તેમણે ટ્રમ્પ્ના એ આરોપ્ને પણ પુનરાવર્તિત કર્યો કે 2020ની ચૂંટણીમાં તેમની જીત બીજા પક્ષ દ્વારા ચોરી લેવામાં આવી હતી.પુતિને કહ્યું, ’હું ટ્રમ્પ સાથે સહમત છું કે જો 2020 માં તેમની જીત છીનવાઈ ન હોત, તો કદાચ 2022 માં યુક્રેન કટોકટી ન થઈ હોત અને આ તેમની સાથે ખોટું હતું.’ રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મોસ્કો હંમેશા યુક્રેન મુદ્દા પર વાતચીત માટે તૈયાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, ’જ્યાં સુધી વાતચીતનો સવાલ છે, અમે હંમેશા કહ્યું છે અને હું ફરી એકવાર એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું કે અમે યુક્રેન મુદ્દા પર વાતચીત માટે તૈયાર છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ’એક દિવસમાં’ યુક્રેનમાં યુદ્ધનો અંત લાવી શકે છે. જો કે, તેમણે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે તેમના ખાસ દૂત કીથ કેલીને 100 દિવસનો સમય આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી શાંતિ કરાર માટે તેમની સાથે વાત કરવા માંગે છે અને પુતિને પણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. ટ્રમ્પે આગળ કહ્યું, ’મને લાગે છે કે રશિયાએ સમાધાન કરવું જોઈએ.’ કદાચ તેઓ સમાધાન કરવા માંગે છે. મારી માહિતી મુજબ, પુતિન પણ મને મળવા માંગે છે. આપણે શક્ય તેટલી વહેલી તકે મળીશું.હકીકતમાં, સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતી વખતે, યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સાઉદી અરેબિયા અને ઓપેકને તેલના ભાવ ઘટાડવા કહેશે; જો ભાવ ઘટશે, તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application