રતનપરની ખાણોને પ્રવાસન તરીકે વિકસાવાસે તો વન્યજીવોને થશે નુકસાન

  • March 19, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના રતનપર ગામે આવેલી પથ્થરની પડતર ખાણો અને ગુફાઓ અને વિકસાવવાની કાર્યવાહી શ‚ થવાની છે,ત્યારે તેનો પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરીને વન્ય પ્રાણીઓને નુકસાન થશે તેમ જણાવ્યું છે.
છાંયા-રતનપરની ખાણોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી થઇ રહી છે ખબર નહી આ કાર્ય સા‚ છે કે નહી?! પણ આ જંગલ વિસ્તારમાં અંદાજીત ૫૦-૬૦ વર્ષથી વસવાટ કરતા વન્ય જીવોનું ધ્યાન રાખીને થાય તો સા‚ ગુફામાં  શિયાળ, સસલા,નોડીયા, ખેરા, મોર, ચકલા, તેતર તથા અન્ય હજારો જીવો વર્ષોથી વસે છે. અને તેનો આ કુદરતી આશરો છે જો આ બધી ખાણો માણસોના ફરવા હરવા તથા મોજમજા માટે ફાળવી દેશે તો આ જીવોનું નિકંદન નીકળી જશે માણસ જાતના મોજ શોખને આનંદ પ્રમોદ માટે આ કરવુ આ જીવોનો મુક્ત આશરો છીનવવો એ પણ યોગ્ય નથી એટલે માનવ જીવન માટે ઘણા સ્થળો છે આ જીવો માટે ક્યાંય કઈ જગ્યા વધવા દીધી નથી તો આ મોજ મજાને હરવા ફરવાનું સ્થળ બનાવવુ યોગ્ય છે ને માની લ્યો કે આનાથી પોરબંદરનો વિકાસ થઈ શકે તેમ હોય તો તેની સાથે આ જીવોનું પણ વિચારીને કાર્ય કરવું જોઈએ,પરંતુ એવું ન બને કે આપણા સ્વાર્થ માટે આ જીવોનું નિકંદન નીકળી જાય કારણ કે વન્યજીવો પ્રકૃતિના પાલન હાર પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application