અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. લાસ વેગાસમાં યુનિડોસસયુએસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટીવ આવ્યા હતા. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે આ અંગે માહિતી આપી હતી.બે વષર્િ બાદ તેઓ ફરીથી કોરોના સંક્રમિત થતા તેમને થોડો સમય આઇસોલેશનમાં રહેવું પડશે. સુત્રોએ જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિને કોવિડની દવા પેક્સ્લોવિડ આપવામાં આવી છે. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેઓ ડેલાવેયર પરત ફરશે. જ્યાં તેમને આઇસોલેટ રહેશે. પ્રેસ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેઓ તેમના તમામ કામો કરતા રહેશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની તબિયત અંગે નિયમિત અપડેટ આપશે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઇડનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમનો શ્વસન દર 16 પર સામાન્ય છે, તેમનું તાપમાન 97.8 છે અને તેમની પલ્સ ઓક્સિમેટ્રી 97 ટકા પર સામાન્ય છે. રાષ્ટ્રપતિને પેક્સલોવિડનો પ્રથમ ડોઝ અપાયો છે. તે રેહોબોથમાં તેમના ઘરે આઇસોલેટમાં રહેશે. રાષ્ટ્રપતિના ડોક્ટર કેવિન ઓ’કોનરે બાઇડનની તબિયત અંગેની જાણકારી આપી હતી.
ચૂંટણી પ્રચારને પણ અસર થવાની સંભાવના
આ દિવસોમાં અમેરિકામાં ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. બાઇડન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં, તેમના કોરોના પોઝિટીવ થવાથી ચૂંટણી પ્રચાર પર અસર થશે. મળતી માહિતી મુજબ તેઓ બુધવારે બપોરે લાસ વેગાસમાં યુનિડોસ ઈવેન્ટમાં ભાષણ આપવાના હતા.
2022માં પણ કોરોના પોઝિટીવ થયા હતા.
અગાઉ જુલાઈ 2022 માં યુએસ પ્રમુખ જો બાઇડન કોવિડ -19 પોઝિટિવ થયા હતા. બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા પહેલા જ ફાઈઝરની કોવિડ રસીના બંને ડોઝ લીધા હતા. આ પછી બાઇડને સપ્ટેમ્બર 2021માં પ્રથમ બૂસ્ટર ડોઝ લીધો હતો અને માર્ચ 2022માં રસીનો વધુ એક ડોઝ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યા હશે કે ન તો જોયા હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech