ખરાબ જીવનશૈલીના કારણે લોકો નાની ઉંમરમાં પણ બ્લડ પ્રેશરની સમસ્યાનો શિકાર બની જાય છે. તેથી આજના સમયમાં યુવાનોને પણ બીપીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો બ્લડ પ્રેશર વધે છે, તો તેની હૃદયની સાથે-સાથે મગજ પર પણ ખરાબ અસર પડે છે. જે સ્ટ્રોક, હાર્ટ એટેક જેવી ગંભીર તબીબી સ્થિતિઓ તરફ દોરી શકે છે. તેથી જો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય તો તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.
જો બીપી વધવાના લક્ષણો દેખાય તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરવી જોઈએ. જો કે તાત્કાલિક રાહત મેળવવાના ઉપાયો કરવા જરૂરી છે. નહીં તો દર્દીનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. ચાલો જાણીએ કે બીપી વધે તો તરત રાહત મેળવવા માટે શું કરવું યોગ્ય છે.
સૌપ્રથમ કરો આ કામ
જો કોઈનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય તો વ્યક્તિને પંખાની હવામાં આરામથી બેસાડો અને તેની આસપાસ ભીડ ન કરો. પછી દર્દીને ઊંડા શ્વાસ લેવાનું કહો.
આ ફળો છે ફાયદાકારક
હાઈ બીપીવાળા લોકો માટે કેળા, કીવી, સફરજન ખાવું ફાયદાકારક છે. જો બ્લડ પ્રેશર વધી જાય, તો પહેલા દર્દીને આમાંથી એક ફળ ખાવા માટે આપો પછી તેને આરામથી બેસાડીને પીવા માટે સામાન્ય ગરમ પાણી આપો. તેનાથી દર્દીને તાત્કાલિક રાહત મળશે. આ બીપીને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
લીંબુ પાણીથી મળશે રાહત
જો બ્લડપ્રેશર વધી જાય તો લીંબુ પાણી પીવાથી પણ તાત્કાલિક રાહત મળે છે. પરંતુ તેમાં મીઠું કે ખાંડ ન નાખો. જો શક્ય હોય તો એકથી બે ગ્લાસ પાણી પીવો જેથી યુરીન પસાર થઈ શકે. આ સિવાય મોં પર પાણીનો છંટકાવ કરવો જોઈએ અને થોડીવાર ખુલ્લી જગ્યાએ હળવું ચાલવું જોઈએ.
આ બાબતો ધ્યાનમાં રાખો
જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. તો તમારે દરરોજ સવારે થોડું વોક કરવું જોઈએ અથવા તમારી દિનચર્યામાં યોગ અને એરોબિક્સ કસરતનો સમાવેશ કરવો જોઈએ. દરેક નાની-નાની વાત પર સ્ટ્રેસ લેવાની આદત છોડી દો તો સારું છે. આ સિવાય વ્યક્તિએ મીઠું ઓછું લેવું જોઈએ અને હળવો ખોરાક જેમ કે શાકભાજી, ફળો, સલાડ ખાવા જોઈએ, જેમાં તેલનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હોય. તેમજ બીપી તપાસતા રહેવું જોઈએ અને જો કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો વધુ સારું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech