૨ ગંભીર : ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા લાલપુર-ભાણવડ હોસ્પીટલ ખસેડાયા
લાલપુરના મેમાણા ગામનો પરિવાર આજે સવારે સગાઇનો પ્રસંગ હોવાથી આઇસર ગાડીમાં બેસીને જઇ રહયા હતા દરમ્યાન ધારાગઢ ફાટક નજીક પહોચતા મીની ટ્રક પલ્ટી ખાઇ જતા અંદર બેઠેલા ૧૪ને નાની મોટી ઇજાઓ થઇ હતી, બનાવની જાણ થતા ૧૦૮ની ટુકડી દોડી ગઇ હતી અને તમામ ઇજાગ્રસ્તોને લાલપુર સીએચસી સેન્ટર તથા ભાણવડ ખાતે ખસેડવાની કાર્યાવહી હાથ ધરી હતી.
લાલપુર તાલુકાના મેમાણા ગામના પરિવારના સભ્યો આજે સવારે સગાઇના પ્રસંગ નિમીતે આઇસર ગાડીમાં બેસીને જઇ રહયા હતા ત્યારે ધારાગઢ ફાટક પાસે પહોચતા આઇસર પલ્ટી મારી જતા અંદર બેઠેલા ૧૨ થી ૧૪ લોકોને ઇજાઓ પહોચી હતી, અકસ્માતના કારણે દેકારો બોલી ગયો હતો અને આજુબાજુના લોકો પણ મદદ માટે દોડયા હતા.
અકસ્માત અંગે ૧૦૮ને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત લાલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તાબડતોબ સારવાર આપવામાં આવી હતી, ઇજાગ્રસ્તો પૈકી ૨ વ્યકિતને ગંભીર ઇજા થઇ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ બંને ઇજાગ્રસ્તોને ભાણવડ હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા, અકસ્માતના પગલે પોલીસની ટુકડી પણ દોડતી થઇ હતી અને વધુ વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech