ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે એક ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 47.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 352 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. જોશ ઇંગ્લિસે માર્ક વુડના બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
શનિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાએ આગામી ઇનિંગ્સમાં જ આ રેકોર્ડ તોડી નાખ્યો.
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઇંગ્લિસે 86 બોલમાં અણનમ 120 રન બનાવ્યા. એલેક્સ કેરીએ 63 બોલમાં 69 રન, મેથ્યુ શોર્ટે 66 બોલમાં 63 રન અને માર્નસ લાબુશેને 45 બોલમાં 47 રન બનાવ્યા.
ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સદી ફટકારી. તેણે 143 બોલમાં 165 રન બનાવ્યા. ડકેટની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેના સિવાય જો રૂટ (68 રન)એ અડધી સદી ફટકારી. જોસ બટલરે 23 રનનું યોગદાન આપ્યું. એડમ ઝામ્પા અને બેન દ્વારશુઈસે 2-2 વિકેટ લીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech