ઈસરો હવે અંતરીક્ષમાં રહેલા કાટમાળને પકડવાની સાથે ઉપગ્રહોને રિફ્યુઅલ કરશે

  • January 08, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો ) એ અવકાશમાં તરતા કાટમાળને પકડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રયોગ પોએમ-4 સાથે ઉડેલા પેલોડ ડેબ્રિસ કેપ્ચર રોબોટિક મેનિપ્યુલેટર (ડીસી-આરએમ) નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો, જે પીએસએલવી સી-60નો ચોથો તબક્કો છે.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે વિકસિત આ ઉપકરણ એક રોબોટિક હાથ જેવું છે. તે તેની ગતિનો અંદાજ લગાવીને અવકાશમાં તરતા કાટમાળને પકડી શકે છે. ઈસરોએ જણાવ્યું હતું કે ઉપકરણ અવકાશમાં કાર્યરત ઉપગ્રહોને તેમનું આયુષ્ય વધારવા માટે બળતણ સપ્લાય કરી શકે છે. આ હવામાં ઉડતા યુદ્ધ વિમાનોને બળતણ સપ્લાય કરવા જેવું હશે. ઉપગ્રહોનું જીવનકાળ બળતણ પર આધારિત છે. જ્યારે બળતણ સમાપ્ત થાય છે, ત્યારે ઉપગ્રહો અવકાશમાં જંક બની જાય છે. તેઓ ધીમે ધીમે ભ્રમણકક્ષામાં નીચે સરકવાનું શરૂ કરે છે અને આખરે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને નાશ પામે છે.
ઈસરોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત ભારતીય સ્પેસ સ્ટેશન માટે રોબોટિક આર્મ પણ મહત્વપૂર્ણ રહેશે. હાથ 7 સાંધા અને ઇંચવોર્મ જેવી મિકેનિઝમ ધરાવે છે. તે સરળતાથી વાળી શકે છે. તે કેમેરા, અવરોધ-નિવારણ સોફ્ટવેર અને ઉચ્ચ-પ્રદર્શન પ્રોસેસર્સથી સજ્જ છે.
કેન્દ્ર સરકારે વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિક વી નારાયણનને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો )ના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કયર્િ છે. તેઓ 14 જાન્યુઆરીએ એસ સોમનાથનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. વી નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (એલપીએસસી), વાલિયામાલાના ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેમને રોકેટ અને સ્પેસક્રાફ્ટ ટેક્નોલોજીમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમની નિમણૂક ઈસરોને નવી ઊંચાઈએ લઈ જશે તેવી અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application