ન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો ) ટૂંક સમયમાં જ તેનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે ઈઓએસ–૮ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેનું લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે. ૧૭૫.૫ કિલો વજન ધરાવતો આ ઉપગ્રહ પર્યાવરણીય દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન અને તકનીકી પ્રદર્શન માટે કામ કરશે.
ઈઓએસ –૮ ત્રણ વિશિષ્ટ્ર અત્યાધુનિક પેલોડસ વહન કરે છે – ઇલેકટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (ઈઓઆઈઆર ), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિલેકટોમેટ્રી પેલોડ અને સીક યુવી ડોસિમીટર. આમાં ઈઓઆઈઆર દિવસ અને રાત્રિ દરમિયાન મધ્ય અને લાંબા તરગં ઇન્ફ્રારેડ ફોટોગ્રાસ લેશે. આ સેટેલાઇટ ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯.૧૭ કલાકે લોન્ચ કરવામાં આવશે.
આ તસવીરો આપત્તિઓ વિશે માહિતી આપશે. જેવી કે જંગલની આગ, વાળામુખીની પ્રવૃત્તિઓ. જીએનએસએસ–આર દ્રારા દરિયાની સપાટી પરના પવનનું વિશ્લેષણ કરવામાં આવશે. જમીનમાં ભેજ અને પૂરને શોધી કાઢવામાં આવશે. યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું પરીક્ષણ સીક યુવી ડોસીમીટર વડે કરવામાં આવશે. જે ગગનયાન મિશનમાં મદદ કરશે.
ઈઓએસ –૮ ઉપગ્રહ પૃથ્વીની ઉપર નીચી ભ્રમણકક્ષામાં એટલે કે ૪૭૫ કિલોમીટરની ઐંચાઈએ ફરશે. અહીંથી આ સેટેલાઇટ અન્ય ઘણી ટેકિનકલ મદદ પણ આપશે. સંકલિત એવિઓનિકસ સિસ્ટમની જેમ તેની અંદર કોમ્યુનિકેશન, બેઝબેન્ડ, સ્ટોરેજ એન્ડ પોઝિશનિંગ પેકેજ છે. એટલે કે એક એકમ અનેક પ્રકારના કામ કરી શકે છે. તેમાં ૪૦૦ જીબી ડેટા સ્ટોરેજની ક્ષમતા છે
તમિલનાડુમાં બનાવવામાં આવી રહ્યું છે નવું સ્પેસપોર્ટ
આ રોકેટના પ્રક્ષેપણ માટે એક અલગ સ્મોલ સેટેલાઇટ લોંચ કોમ્પ્લેકસ (એસએસએલસી) બનાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુના કુલશેખરપટ્ટનમમાં એક નવું સ્પેસપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ત્યાંથી એસએસએલવી લોન્ચ કરવામાં આવશે. એસએસએલવીની જરિયાત એટલે ઊભી થઈ કારણકે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે પીએસએલવી બનાવવાની રાહ જોવી પડતી હતી અને તે મોંઘુ પણ હતું. તેઓને એસેમ્બલ કરીને મોટા ઉપગ્રહો સાથે મોકલવાના હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech