ઇસરોના ખાતામાં આજ વધુ એક સિદ્ધી સામેલ થવા જઈ રહી છે. ઈસરો આજે બપોરે ૪ કલાકે શ્રીહરિકોટાથી પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ –સી૫૯પ્રોબા–૩ મિશન લોન્ચ કરશે. યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી હાથ ધરવામાં આવેલા આ મિશનનો ઉદ્દેશ્ય ઉડ્ડયનની ચોકસાઈનો ઉપયોગ કરીને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો છે.આ મિશન પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરીને લગભગ ૫૫૦ કિગ્રા વજનના ઉપગ્રહોને અત્યતં લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકવા માટે, વિશ્વભરના અવકાશ ઉત્સાહીઓનું ધ્યાન આકર્ષિત કરશે.
આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સી પ્રોબા–૩ ને તૈનાત કરશે, જેને ઈન–ઓર્બિટ ડેમોન્સ્ટ્રેશન મિશન તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ પીએસએલવીની ૬૧મી લાઇટ અને તેના પીએસએલવી–એકસએલ કન્ફિગરેશનનો ઉપયોગ કરીને ૨૬મી સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવા ૫૫૦ કિગ્રા વજનનો ઉપગ્રહ શ્રીહરિકોટાથી ભ્રમણકક્ષામાં તરતો મુકાશે
પ્રોબા–૩ મિશન શું છે
પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ, કે જે ભારતનું પ્રથમ પ્રક્ષેપણ વાહન, ઇસરોની જરિયાતો અનુસાર ઉપગ્રહો અને અન્ય પેલોડને અવકાશમાં પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પીએસએલવીનું પ્રથમ પ્રક્ષેપણ આકટોબર ૧૯૯૪માં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશન માટે, ભારતમાં હાજર યુરોપીયન ટીમે પેલોડ ફેયરિંગમાં અવકાશયાનને સુરક્ષિત રીતે એન્કેસ કરીને એકીકરણ પ્રક્રિયા પૂર્ણ કરી છે, ત્યારબાદ પ્રક્ષેપણ માટે ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું છે. પ્રોબા–૩ એ એક સંયુકત મિશન છે જેનો ઉદ્દેશ્ય સૂર્યના કોરોના, તેના વાતાવરણના સૌથી બાહ્ય સ્તરનું અન્વેષણ કરવાનો છે, જે સૌર ગતિશીલતા અને અવકાશના હવામાનની ઘટનાઓને સમજવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech