ટેકનિકલ ખામીને કારણે ઇસરો આજે પ્રોબા-3 મિશન લોન્ચ ન કરી શક્યું, જાણો હવે ક્યારે લોન્ચ થશે

  • December 04, 2024 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસરો આજે પ્રોબા-3 મિશન લોન્ચ કરવાનું હતું, જે ટેકનિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, જે સૂર્યના બહારના વાતાવરણનો અભ્યાસ કરશે.


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા આજે લોન્ચ કરવામાં આવનાર PSLV-C59 રોકેટ/પ્રોબા-3 મિશન ટેક્નિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે આ મિશન લોન્ચ કરવાનું આવતીકાલ માટે ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. ઇસરો આવતીકાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી બપોર પછી 4:12 વાગ્યે મિશન લોન્ચ કરશે.


પ્રોબા-3 એ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું એક મિશન છે. પ્રોબા-3 મિશન સૂર્યના બહારના વાતાવરણનો અભ્યાસ કરશે. ESA અનુસાર, પ્રોબા-3 મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. ઈસરોની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) આ મિશનમાં સહકાર આપી રહી છે. ઈસરોએ પહેલાથી જ બે પ્રોબા મિશન લોન્ચ કર્યા છે. પ્રથમ લોન્ચ 2001માં પ્રોબા-1 હતું. બીજું પ્રોબા-2 મિશન 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.


પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ ઓક્યુલ્ટર છે, જેનું વજન 200 કિલો છે. બીજું અવકાશયાનનું વજન 340 કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને ઉપગ્રહ અલગ થઈ જશે.


પ્રોબા-3 મિશન શું છે?
પ્રોબા-3 મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશોના જૂથમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનની કુલ કિંમત લગભગ 200 મિલિયન યુરો હોવાનું કહેવાય છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના દ્વારા પહેલીવાર અવકાશમાં 'પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ'નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એકસાથે ઉડાન ભરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application