ગુજરાતમાં ૧૬મી માર્ચ પહેલાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે. રેન્જ આઇજીના નામોમાં અટવાયેલી બદલીઓ હવે લગભગ કિલયર થઇ ચૂકી છે. ગૃહ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં પોલીસ વિભાગમાં બદલીઓ સાથે પ્રમોશનના ઓર્ડર પણ જાહેર થવાની સંભાવના છે.
લાંબા સમયથી જેની આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે પોલીસની બદલીઓ સચિવાલયમાં ચર્ચાનું કેન્દ્ર છે. રાજયના કેટલાક જિલ્લાના એસપી, શહેરોના પોલીસ કમિશનર, પોલીસ ભવન અને વિવિધ શાખાના અધિકારીઓ, રેન્જ આઇજી તેમજ મહત્વની ખાલી જગ્યાએ નવી નિયુકિત થવાના અણસાર છે.
પોલીસ વિભાગમાં એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધુનો સમય થયો છે તેના અધિકારીઓને બદલવા માટે ભારતના ચૂંટણી પંચે રાય સરકારને આદેશ કર્યેા હતો પરંતુ પોલીસની બદલીઓમાં વિલબં થયો છે પરંતુ હવે સરકારમાં ઉચ્ચકક્ષાએ અધિકારીઓના નામોની ચર્ચા થઇ ચૂકી છે.આ ફેરબદલ માટે રાજય સરકાર દ્રારા ચૂંટણી પંચમાં વધુ સમય માગવામાં આવ્યો હતો પરંતુ હવે તેની અવધિ પણ પૂર્ણ થવા આવી છે. આ સાહમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહ વિભાગમાં ચહલ–પહલ જોવા મળી રહી છે. ચૂંટણી આચાર સંહિતા પહેલાં પેન્ડીંગ બદલી એકસાથે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech