પશ્ચિમ બંગાળ સરકારે રાજધાની કોલકાતામાં પોલીસ કમિશનરના પદ પર IPS અધિકારી મનોજ કુમાર વર્માને નિયુક્ત કર્યા છે. જણાવી દઈએ કે, રાજ્યની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટરો પર થયેલી અત્યાચાર બાદ જુનિયર ડોક્ટરો રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ મામલે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત ચાર બેઠકો નિષ્ફળ જતાં 16મી સપ્ટેમ્બરે સાંજે મળેલી પાંચમી બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ જતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ચાર નવી નિમણૂંકો કરવામાં આવી છે.
આ મહત્વની પોસ્ટ પર કરાયો ફેરફારો
ગૃહ સચિવ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, IPS જાવેદ શમીમને ADG કાયદો અને વ્યવસ્થા નિયુક્ત કરવામાં આવ્યા છે. IPS ત્રિપુરારી અથર્વને આર્થિક અપરાધ નિર્દેશાલયના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી અભિષેક ગુપ્તાને ઈએફઆર 2જી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દીપક સરકારને ઉત્તર વિભાગ કોલકાતાના ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
STFના ADG બન્યા વિનીત કુમાર ગોયલ
IPS અધિકારી જ્ઞાનવંત સિંહને ગુપ્તચર વિભાગમાં ADG અને IGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે IPS અધિકારી અને વર્તમાન કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) અને પોલીસ મહાનિરીક્ષક (IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. (STF)ની નિમણૂક કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર રાજ્યપાલે તમામ નિમણૂકોને મંજૂરી આપી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech