આઇપીએલ ૨૦૨૫ને લઈને બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે. ક્રિકેટની સર્વેાચ્ચ સંસ્થા, આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ના આચારસંહિતાનું પાલન કરીને, આઇપીએલની ૨૦૨૫ સીઝન ૨૧ માર્ચથી શ થશે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને આઈપીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુકલાએ આ માહિતી આપી છે. રાજીવ શુકલાના મતે, આઇપીએલની આગામી સીઝન ૨૩ માર્ચથી શ થશે પરંતુ ગવનિગ કાઉન્સિલના એક વરિ સભ્યએ સ્પષ્ટ્રતા કરી કે તે ૨૦ કે ૨૧ માર્ચથી જ શ થશે. ૨૦૨૫ સીઝનમાં ૭૪ મેચ રમાશે, જે અગાઉની ત્રણ સીઝન જેટલી જ છે.
બેઠક દરમિયાન આઇસીસી આચારસંહિતાનું પાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવનિગ કાઉન્સિલના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હવેથી આઇપીએલમાં લેવલ ૧, ૨ અને ૩ના ઉલ્લંઘન માટે આઇસીસી દ્રારા મંજૂર દડં લાદવામાં આવશે. પહેલા આઇપીએલની પોતાની આચારસંહિતા હતી પરંતુ હવે તે આઇસીસી ટી–૨૦ આંતરરાષ્ટ્ર્રીય રમતની પરિસ્થિતિઓ દ્રારા સંચાલિત થશે. એવું પણ જાહેર થયું છે કે, મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ) ચાર શહેરોમાં આયોજિત કરવામાં આવશે. જેની મેચો લખનઉ, મુંબઈ, વડોદરા અને બેંગલુમાં રમાશે. ૨૦૨૫ ડબલ્યુપીએલ ૭ ફેબ્રુઆરીથી ૨ માર્ચ વચ્ચે યોજાવાની અપેક્ષા છે. બીસીઆઇઆઇની ખાસ સામાન્ય સભામાં બીસીસીઆઇને નવા સચિવ પણ મળ્યા છે. દેવજીત સાકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયા સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જય શાહ અને આશિષ શેલારે રાજીનામું આપ્યા બાદ આ બંને પદ ખાલી પડા હતા. આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવનારા એકમાત્ર ઉમેદવાર સૈકિયા અને ભાટિયા બિનહરીફ ચૂંટાયા હતા. ગયા મહિને ઈંઈઈ ચેરમેન બન્યા બાદ શાહને સેક્રેટરી પદ છોડવું પડું હતું. યારે શેલારે મહારાષ્ટ્ર્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ ઇઈઈઈં ખજાનચી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
સાકિયા આસામના છે અને ભાટિયા છત્તીસગઢના છે. ૧ ડિસેમ્બરે શાહ આઈસીસીના ચેરમેન બન્યા પછી સાકિયા સચિવ તરીકે વધારાની ફરજો બજાવી રહ્યા હતા. તેઓ સંયુકત સચિવ હતા અને હવે આ પદ ખાલી પડી ગયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીનાથજી ચોક નજીકથી ચોરાઉ બાઇક સાથે અમરેલી પંથકનો શખસ ઝડપાયો
January 13, 2025 03:07 PM૧૭.૪૪ લાખના ફ્રોડમાં ઝડપાયેલો શખસ બેંક એકાઉન્ટ ભાડે મેળવવા–ખરીદવાનું કામ કરતો
January 13, 2025 03:06 PMચાઇનીઝ–કાચની દોરીના ધંધાર્થીઓ પર ધોંસ: ૪૦થી વધુ ઝડપાયા
January 13, 2025 03:04 PMપ્રધાનમંત્રી મોદીએ શ્રીનગર-લેહને જોડતી ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું
January 13, 2025 03:01 PMરાજકોટમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઊલ્ટીના ૧૮૩૫ કેસ
January 13, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech