મોબાઇલ અને રોકડ કબ્જે : કપાત લેનારનું નામ ખુલ્યું
જામનગરના હવાઇચોક વિસ્તારમાં ગઇકાલે એક શખ્સને આઇપીએલ ક્રિકેટનો મેચ નિહાળી સટ્ટો રમતા રોકડ અને મોબાઇલ સાથે ઝડપી લીધો હતો, જેમાં એકની સંડોવણી ખુલી હતી.
જામનગરમાં આઇપીએલ 20-20 ક્રિકેટ મેચનો સટ્ટો રમનારા શખ્સો સામે પોલીસે તવાઇ બોલાવી છે, એક પછી એક સટ્ટાબાજો શકંજામાં આવ્યા છે, દરમ્યાન ગુલાબનગરના રવિપાર્ક ઇ-301 ખાતે રહેતા વેપારી હરેશ જોઇથરામ આડવાણી (ઉ.વ.44) નામનો ઇસમ ગઇકાલે હવાઇચોક ઘુઘરાવાળી ગલીમાં જાહેરમાં ઉભા રહીને મોબાઇલમાં એપ્લીકેશન મારફત આઇપીએલના ચેન્નાઇ અને લખનઉ વચ્ચેનો મેચ લાઇવ નિહાળી સટ્ટો રમતો હોય આથી સીટી-એ પોલીસે તેને પકડી લીધો હતો.
દરોડા દરમ્યાન 3750ની રોકડ અને એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો, હરેશ હારજીતના સોદા અન્ય સાથે કરતો હતો જે શખ્સના મોબાઇલ નંબરના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. બંનેની સામે જુગારધારા મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech