જામનગરમાં આઇપીએલનો સટ્ટો રમતો શખ્સ ઝબબે

  • May 27, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોકુલનગરના મુખ્ય બુકીનું નામ ખુલ્યું


આઈપીએલ ટુનર્મિેન્ટની ગઈ રાત્રે પુણર્હિુતી થઈ છે, પરંતુ ક્રિકેટના સટ્ટાખોર હજુ થાકયા નથી. ગઈકાલે આઈપીએલની અંતિમ ફાઇનલ મેચમાં પણ ક્રિકેટનો સટો રમવા અંગે જામનગર પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે, ત્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરારી જાહેર કરાયો છે.


જામનગર ના સીટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ધરાર નગર-1 માં કુકડા કેન્દ્ર પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇ.ડી. મારફતે ક્રિકેટનો રનફેરનો જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ બસીરભાઈ જોખિયાની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા 3,400 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 28,400 ની માલ મુકતા કબજે કરી છે.


પોલીસ પૂછ પરછ  દરમિયાન પોતે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા દિગુભા જાડેજા નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે દિગુભા જાડેજાને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application