IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાને રોમાંચક મેચમાં RCBને 4 વિકેટથી હરાવ્યું છે. બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન SRHનો સામનો કરશે.
રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ આ જીત સાથે બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. હવે તે 24મી મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. એલિમિનેટરમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
RCB તરફથી કોહલીએ 24 બોલમાં 33 રન બનાવ્યા હતા. મહિપાલ લોમરોરે 17 બોલમાં 34 રન બનાવીને રજત પાટીદારને આઉટ કર્યો હતો. ગ્રીન 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આરસીબી તરફથી બોલિંગ કરતી વખતે સિરાજે 2 વિકેટ ઝડપી હતી. ફર્ગ્યુસન, કર્ણ શર્મા અને ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.
રાજસ્થાન તરફથી યશસ્વીએ સારી બેટિંગ કરી હતી. તેણે 30 બોલમાં 45 રન બનાવ્યા હતા. રિયાન પરાગે 26 બોલમાં 36 રન બનાવ્યા હતા. હેટમાયરે 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 17 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ દરમિયાન અવેશ ખાને 3 વિકેટ ઝડપી હતી. બોલ્ટ, સંદીપ અને ચહલે 1-1 વિકેટ લીધી હતી. અશ્વિનને બે વિકેટ મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech