INS તેગ પહોંચ્યું ઓમાન, દરિયામાં ડૂબેલા ઓઈલ ટેન્કરના 16 ક્રૂ મેમ્બરમાંથી 9ના જીવ બચાવાયા, 7ની શોધ ચાલુ

  • July 17, 2024 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓમાન નજીક દરિયામાં ડૂબી ગયેલા ઓઈલ ટેન્કર જહાજના 9 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. વિમાનમાં કુલ 16 લોકો સવાર હતા જેમાંથી 7 હજુ પણ ગુમ છે. બચાવાયેલા 9 લોકોમાંથી 8 ભારતીય અને 1 શ્રીલંકન છે. 7 ક્રૂ મેમ્બરોમાંથી 5 ભારતીય અને 2 શ્રીલંકાના છે, જેમની શોધ હજુ ચાલુ છે.


ઓમાનમાં ઓઈલ ટેન્કર ડૂબી જવાની માહિતી મળતા જ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ તેગને રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું. INS તેગની સાથે સમુદ્ર પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I પણ રાહત અને બચાવ કામગીરીમાં સામેલ હતું. ઓમાન તરફથી પણ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ઓમાન પાસે જે ઓઈલ ટેન્કર ડૂબી ગયું તેના પર કોમોરોસનો ધ્વજ હતો.


14મી જુલાઈના રોજ ડૂબ્યુ હતું જહાજ, 15મી જુલાઈએ પહોંચ્યું INS તેગ 

ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા કાર્ગો જહાજને એમટી ફાલ્કન પ્રેસ્ટિજ નામ આપવામાં આવ્યું છે, જેણે 14 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે ઓમાનના દરિયાકાંઠે એક સંકટ કોલ મોકલ્યો હતો. ઓમાનમાં ભારતીય દૂતાવાસ ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. જહાજ ડૂબી જવાની માહિતી મળતાની સાથે જ ઓમાન મેરીટાઇમ સેફ્ટી સેન્ટરે ખલાસીઓની શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 15 જુલાઈથી, ભારતીય નૌકાદળ પણ શોધ અને બચાવ કામગીરીમાં જોડાઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News