IND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર

  • February 23, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બોલિંગ કરતી વખતે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. મોહમ્મદ શમીના પગમાં ઈજા થતાં તેને ગ્રાઉન્ડ છોડવું પડ્યું છે.


ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી મેદાન છોડીને ચાલ્યા ગયા છે. શરૂઆતથી જ તે સંપૂર્ણ ઠીક દેખાતો ન હતો. પોતાની ત્રીજી ઓવર દરમિયાન તેણે રન-અપ પર પાછા ફરતી વખતે ફિઝિયોને બોલાવ્યા, જેનાથી સંકેત મળ્યો કે તેને જમણા પગની ઘૂંટીમાં સમસ્યા હોય શકે છે. જોકે તેણે ઓવર પૂરી કરી પણ તરત જ તે મેદાન છોડીને ચાલ્યો ગયો.


એડીની સર્જરી થઈ ચૂકી છે 


નોંધનીય છે કે શમી 2023ના ODI વર્લ્ડ કપથી એડીની ઈજાથી પીડાઈ રહ્યો હતો અને તેની કમબેકની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હતી. હવે જોવાનું એ રહે છે કે તેની આ નવી સમસ્યા કેટલી ગંભીર છે અને તે મેચમાં પાછો ફરી શકશે કે નહીં. હાલમાં, વોશિંગ્ટન સુંદર તેના સ્થાને ફિલ્ડિંગ કરી ર


હ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application