ભારત-બાંગ્લાદેશ કાનપુર ટેસ્ટ મેચના ત્રીજા દિવસની મેચ પણ રદ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 107 રન છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ રદ જાહેર કરવામાં આવ્યો છે. કાનપુરમાં 29 સપ્ટેમ્બરે વરસાદ પડ્યો ન હતો, પરંતુ મેદાન ભીનું હોવાને કારણે કોઈ રમત રમાઈ શકી ન હતી. રાતભર પડેલા વરસાદને કારણે મેદાનની જમીનમાં પાણી ઉંડા ઉતરી ગયા હતા. ત્રીજા દિવસે ગ્રાઉન્ડ સ્ટાફ સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. પરંતુ ગ્રીન પાર્ક સ્ટેડિયમ રમવા માટે તૈયાર ન હતું. હાલમાં બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 107 રન છે.
ગ્રાઉન્ડ અમ્પાયર ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આઉટફિલ્ડની હાલત જોઈને બંને અમ્પાયરો બિલકુલ ખુશ ન હતા. બે કલાક પછી એટલે કે 12 વાગે ફરીથી અમ્પાયર મેદાનમાં આવ્યા, પરંતુ તેમ છતાં ગ્રાઉન્ડ સ્ટાફની મહેનત સફળ થઈ ન હતી કારણ કે પાણીના કારણે મેદાન પર ભીના સ્પોટ બની ગયા હતા. ગ્રીન પાર્ક સ્ટેડિયમ વિસ્તારમાં સવારથી જ વરસાદ પડ્યો ન હતો, તેમ છતાં 2 વાગ્યે છેલ્લી વખત મેદાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે અમ્પાયરોએ અંતિમ નિર્ણય લીધો અને દિવસની રમત રદ જાહેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech