ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી T20નું પરિણામ એક નહીં પરંતુ બે સુપર ઓવરમાં આવ્યું. પ્રથમ મેચમાં બંને ટીમોએ 212 રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ, ત્યારબાદ પ્રથમ સુપર ઓવર થઈ. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમોએ 16-16 રન બનાવ્યા અને ફરી એકવાર મેચ ટાઈ થઈ અને બીજી સુપર ઓવરમાં ભારતે 10 રનથી જીત મેળવી.
બીજા સુપરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે રવિ બિશ્નોઈએ અફઘાનિસ્તાનને માત્ર 1 રન બનાવવા દીધો અને મેચ ભારતની તરફેણમાં કરી. મેચ શ્વાસ અધ્ધર થઈ જાય તેવો થયો હતો. બિશ્નોઈએ માત્ર ત્રણ બોલમાં 2 વિકેટ લઈને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
બે સુપર ઓવર થઈ હતી
બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20માં, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં બોર્ડ પર 4 વિકેટે 212 રન બનાવ્યા. ટીમ માટે, કેપ્ટન રોહિત શર્માએ 69 બોલમાં 121* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જેમાં 11 ફોર અને 8 સિક્સ સામેલ હતી. આ સિવાય રિંકુ સિંહે 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 69* રન બનાવ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
લક્ષ્યનો પીછો કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવીને મેચ ટાઈ કરી હતી. આ દરમિયાન, ગુલબદ્દીન નાયબે અફઘાન ટીમ માટે 55* રનની સૌથી મોટી ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય ઓપનિંગ પર આવેલા રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ જાદરાને 50-50 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech