IND Vs ENG: ઇંગ્લેન્ડે હેરી બ્રુકના રિપ્લેસમેન્ટનું કર્યુ એલાન, ભારતની મુશ્કેલી વધારશે સ્ટાર ઓલરાઉન્ડર

  • January 21, 2024 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હેરી બ્રુક અંગત કારણોસર ભારત સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ નહીં હોય. જેને લઈને ઈંગ્લેન્ડે હવે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દિધી છે.



ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે હેરી બ્રુકના સ્થાને અન્ય પ્લેયરના નામની જાહેરાત કરી છે. ડેન લોરેન્સ હવે ભારત સામેની શ્રેણીમાં હેરી બ્રુકની જગ્યાએ ટીમનો ભાગ હશે. હેરી બ્રુક અંગત કારણોસર શ્રેણી શરૂ થાય તે પહેલા જ ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. ECBએ જાહેરાત કરી છે કે લોરેન્સ આગામી 24 કલાકમાં ભારત પહોંચીને ટીમ સાથે જોડાશે.



ECB એ શ્રેણીમાંથી બહાર થયા પછી તરત જ હેરી બ્રુકના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી. ECBએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "ડેન લોરેન્સ ભારત સામેની શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે." લોરેન્સ આગામી 24 કલાકમાં ટીમ સાથે જોડાઈ જશે.



અગાઉ ECBએ હેરી બ્રુકના ભારતના પ્રવાસમાંથી બહાર હોવાની માહિતી આપી હતી. ECBએ બ્રુક વિશે નિવેદન જારી કરીને કહ્યું કે, "હેરી બ્રુક અંગત કારણોસર ભારત સામેની શ્રેણીનો ભાગ નહીં હોય અને તે ઈંગ્લેન્ડ પરત જઈ રહ્યો છે." બ્રુકના પરિવારે અપીલ કરી છે કે તેમની પ્રાઈવેસીનું ધ્યાન રાખવામાં આવે.



તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે ડેન લોરેન્સને ભારત આવવાનો મોકો મળ્યો છે. 2021 માં લોરેન્સ ભારત સામે 4-ટેસ્ટ શ્રેણીનો ભાગ હતો. અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં લોરેન્સે ઈંગ્લેન્ડ માટે શાનદાર બેટિંગ કરી હતી અને 46 અને 50 રનની ઈનિંગ્સ રમી હતી. જો કે આ શ્રેણીમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.


લોરેન્સે વર્ષ 2021માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તેની શરૂઆતથી, લોરેન્સે 11 ટેસ્ટ રમીને 551 રન બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 29 રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application