દિલ્હી-યુપી સહિત આ રાજ્યો માટે IMDની ચેતવણી...ઠંડીમાં થશે વધારો

  • February 12, 2023 05:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ બદલાશે. જેના કારણે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો સહિત સમગ્ર રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.


દિલ્હી-યુપી સહિતના રાજ્યો માટે IMD વિભાગે ઠંડીને લઈને ચેતવણી આપતા જણાવ્યું છે કે દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનમાં ફેરફાર જોવા મળ્યો છે. આ કારણથી પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ બદલાશે. આ જ રીતે પવનની દિશા બદલાતા પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તાર સહિત રાજસ્થાનમાં પણ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિલ્હીમાં કેટલાક દિવસ સુધી પવન ફૂંકવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.


દેશમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો હાલમાં તો બે આકડામાં તાપમાનના આંકડા નોંધાઈ રહ્યા છે પરંતુ ફરી એકવાર સિંગલ ડિજીટમાં તાપમાન નોંધાવાની વાત હવામાન વિભાગે કરી છે. આ ઠંડી લાંબો સમય ચાલશે નહીં અને ૧૪ ફેબ્રુઆરી પછી તાપમાનમાં વધારો થવાનું શરૂ થઈ જશે. આમ તાપમાનમાં ઘટાડો વધુ નહીં થાય તેથી ઉત્તર પશ્ચિમ ભારતના કોઈપણ ભાગમાં શીત લહેર પાછી ફરવાની અપેક્ષા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application