દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાના ઈન્ડિયન મૅડિકલ એસો.ના વર્ષ ર૦ર૪ના હોદ્ેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે આઈ સ્પેશિયાલીસ્ટ ડૉ.નિરવ રાયમગિયા, ઉપપ્રમુખ તરીકે ડૉ.ચંદ્રકાંત જાદવ અને ડૉ.હમીર કાંબરિયા, મહામંત્રી તરીકે ડૉ.પ્રકાશ ધારવિયા, સહમંત્રી તથા ખજાનચી તરીકે ડૉ.નિરજ ભૂતની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિયુક્તિને સર્વે સભ્યોએ આવકારીને શુભેચ્છા પાઠવી છે.
***
ખંભાળિયા તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા તાલુકા મંડળના અન્ય હોદ્દેદારોની વરણી વિધિવત રીતે જાહેર કરવામાં આવી છે.
જેમાં જિલ્લાના મહામંત્રી રસિકભાઈ નકુમ તથા ખંભાળિયા તાલુકા મંડળના પ્રભારી કશ્યપભાઈ ડેર અને રાજુભાઈ ભરવાડ દ્વારા તાલુકા મંડળના ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ લગારીયા, અમૃતભાઈ પરમાર, નારણભાઈ ચાવડા, વાલજીભાઈ કણજારીયા, લખમણભાઈ ભાચકન અને વજશીભાઈ કરમુરને જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે મંત્રી તરીકે કિરીટસિંહ વાઘેલા, મંજુબેન ડોરુ, ભરાણા ગામના વનરાજસિંહ ડી. જાડેજા, મુકેશભાઈ નકુમ, દેવાણંદભાઈ કરમુર અને કિરણબેન જોષીની વરણી કરાઈ છે. કોષાધ્યક્ષ તરીકે રણમલભાઈ નાગેશ, કાર્યાલય મંત્રી તરીકે ભીખુભાઈ હડીયલ તથા અન્ય હોદ્દેદારો લખમણભાઈ ઘાવડા અને આઈટી ઇન્ચાર્જ વિનેશભાઈ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે.
આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તાલુકા પ્રમુખ સી.એલ. ચાવડા સહિતના હોદ્દેદારોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech