ખેડૂતોના રજીસ્ટ્રેશનની અને કેવાયસી અંગેની કામગીરી ચાલતી હતી બરાબર તેવા સમયે જ બધં થયેલું પોર્ટલ ફરી શ થયું છે. હવે બાગાયતી ખેડૂતો માટે આગામી તારીખ એક ડિસેમ્બર થી આ પોર્ટલ ફરી શ કરવામાં આવશે અને તે ૧૫ દિવસ સુધી ચાલુ રહેશે.
રાય સરકારે ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટેના જિલ્લા વાઈઝ ટાર્ગેટ નક્કી કર્યા છે. ૧૧૦૦ જેટલા ખેડૂતોને ટ્રેકટરની ખરીદીમાં ૫૫૦ લાખની રકમ મંજૂર કરી છે અને તે માટે પણ આગામી દિવસોમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. અત્યતં ટૂંકા સમયગાળામાં પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તે વખતે જ ખેડૂતો જુદી જુદી યોજનાઓ માટે પોર્ટલ પર અરજી કરી શકશે.
રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે તે માટે તા. ૧ ડીસેમ્બરથી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જે અંતર્ગત બાગાયતદાર ખેડૂતોએ સહાયલક્ષી ઘટકો જેવા કે સરગવા, પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન, કાચા મંડપ ટમેટામરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, અર્ધ પાકા અને કાપણીના સાધનો, ઔષધીય પાકના નવા ડીસ્ટીલેશન યુનિટ, ખેતર પરના શોર્ટીગ,ગ્રેડિંગ,પેકીંગ યુનિટ, મિશન મધમાખી, છુટા ફલો,કદં ફલ, બાગાયત મશીનરી, યાંત્રિકરણ ઘટકો માટે તા. ૭ ડીસેમ્બર સુધી, યારે કમલમ, ખારેક, પપૈયા, નાળિયેરી, કેળ ટિસ્યુ, વિવિધ ફળપાકો વાવેતર, કોમ્પ્રિહેંસિવ હોર્ટીકલ્ચર, નેટ હાઉસ, પોલી હાઉસ, આંબા જામફળ પાક વાવેતર તથા લીંબુના બગીચાઓનું નવીનીકરણ, કોલ્ડ ચેઈન સપ્લાય, રાઈપનીંગ ચેમ્બર, નાની નર્સરી, ફંકશન ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્રોપ કવર, પ્લાન્ટીંગ મટીરીયલ જેવા ઘટકોમાં લાભ મેળવવા માટે તા.૧૫ ડીસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણામાં લોટી ઉત્સવ યોજાતા ગૌધન માટે સિતેર હજારનો ફાળો થયો એકત્ર
November 28, 2024 02:06 PMપોરબંદરમાં લગ્નતિથી નિમિત્તે અનેકવિધ સેવાકાર્યો યોજાયા
November 28, 2024 01:57 PMપોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીઓને મળ્યો વ્હાલી દીકરી યોજનાનો લાભ
November 28, 2024 01:56 PMઘરે જ બનાવો આ શેમ્પૂ, જેનાથી વાળ બનશે સ્વસ્થ, ચમકદાર અને રેશમ જેવા મુલાયમ
November 28, 2024 01:38 PMજામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ, 24 લાખથી વધુના વિકાસ કામો મંજૂર
November 28, 2024 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech