IDFએ એક જ દિવસમાં હમાસના 450 લક્ષ્યોને કર્યા નષ્ટ, અત્યાર સુધીમાં 9700 થી વધુ લોકોના મોત

  • November 06, 2023 09:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં આજે એક મહિનો વીતી ગયો છે અને હમાસ બરબાદ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેઓએ ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં એક વ્યાપક ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં લગભગ 450 હમાસ લક્ષ્યાંકોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં ટનલ, આતંકવાદી ઠેકાણા, સૈન્ય સુવિધાઓ, અવલોકન ચોકીઓ અને ટેન્ક વિરોધી મિસાઈલોનો સમાવેશ થાય છે.


ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં આજે એક મહિનો વીતી ગયો છે અને હમાસ બરબાદ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલાનો બદલો લેતા ઈઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં હમાસના અનેક ટાર્ગેટોને નષ્ટ કર્યા છે.


આ દરમિયાન ઇઝરાયલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં વ્યાપક શ્રેણીના ઓપરેશનમાં લગભગ 450 હમાસના લક્ષ્યોને હિટ કર્યા છે. જેમાં ટનલ, આતંકવાદી ઠેકાણા, સૈન્ય સુવિધાઓ, અવલોકન ચોકીઓ અને ટેન્ક વિરોધી મિસાઈલોનો સમાવેશ થાય છે.


24 કલાકમાં 450 ટાર્ગેટ પર હુમલો કરાયો

IDF એ ગાઝાની અંદર હમાસના લશ્કરી કમ્પાઉન્ડને કબજે કરવાની પણ જાહેરાત કરી હતી. જેમાં અવલોકન પોસ્ટ્સ, હમાસ ઓપરેટિવ્સ માટે તાલીમ સુવિધાઓ અને ભૂગર્ભ ટનલ હતી. IDF એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગત દિવસોમાં IDF યુદ્ધ વિમાનોએ સુરંગો, આતંકવાદીઓ, સૈન્ય સંયોજનો, નિરીક્ષણ પોસ્ટ્સ, એન્ટી-ટેન્ક મિસાઇલ પ્રક્ષેપણ પોસ્ટ્સ અને વધુ સહિત હમાસના 450 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application