આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં 53 ટકાનો તોતિંગ વધારો કર્યો

  • February 14, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસીએ) એ આજે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી. આઈસીસીએએ ટુનર્મિેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં 53 ટકાનો વધારો કર્યો છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને 2.4 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 19.5 કરોડ રૂપિયા મળશે.
આ આઈસીસી ટુનર્મિેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત થશે. ભારતે ટુનર્મિેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આઈસીસી એ ભારતની મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો. ભારત આ ટુનર્મિેન્ટમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત ટુનર્મિેન્ટ માટે ગ્રુપ એ માં છે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.
વિજેતાઓ ઉપરાંત રનર્સ-અપ ટીમને 1.12 મિલિયન ડોલર(9.72 કરોડ રૂપિયા) મળશે, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બંને ટીમોને 56000 ડોલર(4.86 કરોડ રૂપિયા) મળશે. આ ટુનર્મિેન્ટની કુલ ઈનામી રકમ વધીને 6.9 મિલિયન ડોલર (60 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. આઈસીસીના ચેરમેન જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોંધપાત્ર ઇનામ રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી ઇવેન્ટ્સની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટેની આઈસીસીની પ્રતિબદ્ધતા દશર્વિે છે.
ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને 34,000 ડોલર(30 લાખ રૂપિયા) ની ઈનામી રકમ મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને 350,000 ડોલર (3 કરોડ રૂપિયા) મળશે, જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને 140,000 ડોલર (1.2 કરોડ રૂપિયા) મળશે. આ ઉપરાંત આઈસીસી ટુનર્મિેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને 125000 ડોલર (1.08 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવશે.
ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી લીગ સ્ટેજ મેચ રમશે. એ પછી 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચ પછી ટીમ ઈન્ડિયાને સાત દિવસનો આરામ મળશે. પછી ભારતીય ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ભારતે છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. 2002માં વરસાદને કારણે ફાઇનલ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા હતા. ભારતીય ટીમ કુલ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે. 2013 અને 2002 સિવાય, 2000 અને 2017માં પણ આવું બન્યું હતું.
પાકિસ્તાનમાં યોજાનારી મેચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. આ ટુનર્મિેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. આઈસીસી પ્રમુખ શાહે કહ્યું કે આઈસીસી મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટુનર્મિેન્ટ ઓડીઆઈમાં શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે પુનરાગમન કરી રહી છે અને દરેક મેચ મહત્વપૂર્ણ છે.
પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી 2009 થી 2017 સુધી દર ચાર વર્ષે યોજાતી હતી પરંતુ કોવિડ અને તેની સુસંગતતા અંગે પ્રશ્નો ઉભા થવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. આ ટુનર્મિેન્ટ 1998માં શરૂ થઈ હતી અને ત્યારબાદ દર બે વર્ષે યોજાતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application