એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આખરે બિહારના વરિષ્ઠ આઈએએસ ઓફિસર સંજીવ હંસની પટનાથી ધરપકડ કરી છે જયારે આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંજીવ હંસના બિઝનેસ પાર્ટનર એવા ગુલાબ યાદવને દિલ્હીથી ઉઠાવી લીધો છે. આઈએએસ ઓફિસર સંજીવ હંસ સામે ગુલાબ યાદવની પત્ની અંબિકા યાદવ સાથે ગેરકાયદે સંબંધો અને હવાલા દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે . આ મહિલાને સંજીવ હંસ સાથેના તેના ગેરકાયદેસર સંબંધો વિશે છુપાવવા અથવા મૌન રાખવા માટે દર મહિને 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
એસયુવીની ચાર્જશીટ મુજબ, સંજીવ હંસ ગુલાબ યાદવ અને સુનીલ કુમાર સિન્હા દ્વારા મહિલાને માસિક ખર્ચ માટે 2 લાખ રૂપિયા આપતો હતો. આ પૈસા મહિલાને સંજીવ હંસ સાથેના તેના ગેરકાયદેસર સંબંધોને છુપાવવા અથવા મૌન રાખવા માટે આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સંજીવ હંસે લખનૌમાં મહિલાને 90 લાખ રૂપિયાનો ફ્લેટ આપ્યો હતો.
આ રકમ સુનિલ સિંહા અને તેમની કંપ્ની મેસર્સ એક્સ આર્મી મેન્સ પ્રોટેક્શન સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય બે લોકો દિવ્યા પ્રકાશ અને શિવરાજ દ્વારા ગાયત્રીના બેંક ખાતામાં 7 વખત જમા કરવામાં આવી હતી. પરંતુ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સંજીવે ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને એનજીર્ કંપ્નીઓના સીએમડી તરીકે જળ સંસાધન વિભાગ છોડ્યા બાદ તેના મિત્રોને સ્માર્ટ મીટર લગાવવાના કોન્ટ્રાક્ટ આપવાનું શરૂ કર્યું. લાંચ તરીકે મોંઘી ઘડિયાળો અને કાર લેવાનું શરૂ કર્યું. જે કંપ્ની પાસેથી સ્માર્ટનું કામ છીનવીને અન્ય કોઈને આપવામાં આવ્યું હતું, આથી આ અંગે ફરિયાદ કરવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો.
સંજીવ હંસે પ્રી-પેડ મીટર લગાવનાર કંપ્નીને કામ આપવાના બદલામાં લાંચ તરીકે મર્સિડીઝ કાર લીધી હતી.જયારે સંજીવ હંસના બિઝનેસ પાર્ટનર તેમજ પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની પત્ની અંબિકા યાદવે 2015 થી 2022 દરમિયાન પોતાના બેંક ખાતામાં 3 કરોડ 8 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે સંજીવ હંસ ગુલાબ યાદવ દ્વારા ગાયત્રીને દર મહિને 2 લાખ રૂપિયા આપતો હતો. ઉલેખનીય છે કે અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના ગાયત્રી દેવી સાથે અનૈતિક સંબંધો હતા. તેમની વચ્ચે લાખો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારના પુરાવા પણ મળ્યા છે.જે સામે હવે ઈડીએ શિકંજો કસ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech