કાલાવડ રોડ પરની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા પ્રૌઢના ઘર નીચે શખ્સ આવી કાલે કોર્ટની તારીખમાં જતો નહીં અને કેસ પાછો ખેંચી લેજે નહીંતર રોડ ઉપર જ ભૂસી નાખીસ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રૌઢે પિનાકીન દોંગા નામના શખસ સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોધાવી છે. પ્રૌઢને ભાગીદારીની જમીન બાબતે વિવાદ ચાલતો હોય અને તેનો કેસ કોર્ટમાં ચાલુ છે જે બાબતે ધમકી મળી હોવાનું જણાવ્યું છે.
રાધેક્રિષ્ના સોસાયટી શેરી નં–૩માં પંજાબી ધાબા સામે રહેતા અરજણભાઈ મનજીભાઇ ગધેથરીયા (ઉ.વ.૬૧)નામના પ્રૌઢએ ફરિયાદમાં જણાવ્યું છે કે,હત્પં ખેતી કં છું.મારી માલીકીની આશરે ૧૯ વીઘા જમીન કાલાવડ ખાતે આવેલી છે. જેમાં અમે ત્રણ ભાગીદાર છીએ, જેમાં મનજીભાઈ કડવાભાઈ ગધેથરીયા, ગોપાલભાઈ કડવાભાઈ અને દેવજીભાઈ કડવાભાઈ છે. જેમાં હત્પં તથા દેવજીભાઈ બંને છેલ્લા ૪૫ વર્ષથી કબ્જે ધરાવી એ છીએ અને ગોપાલભાઈએ આ જમીનનો કબ્જો મેળવવા માટે મારા વિધ્ધ કાલાવડ પોલીસમાં અને સિવિલ કોર્ટમાં પણ કેસ કર્યેા છે જે કેસ દરમ્યાન આ ગોપાલભાઈએ પોતાની જમીન ભીમજીભાઈ કરશનભાઈ સગપરીયાને વેંચી નાખી હોઈ, જેની મને જાણ થતા મેં કાલાવડ કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યેા છે કે આ ગોપાલભાઈએ સામાવાળા ભીમજીભાઈને દસ્તાવેજ કરી આપેલ તે રદ કરવા અંગેનો કેસ દાખલ કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે. ગત તા.૧૬૨ના રોજ હત્પં ઘરે એકલો હતો. ત્યારે ઘર નીચે કોઈ અજાણ્યો શખ્સે અવાજ કરેલ કે 'અરજણભાઈ તમે નીચે આવો તમા કામ છે.' જેથી મેં ઉપરથી જોયું તો અજાણ્યો શખ્સ નીચે ઉભો હતો અને તેણે ફરીવાર મને કહેલ કે 'તમે નીચે આવો તમા કામ છે.' કહેતા હત્પં નીચે જઈ દરવાજો ખોલતા તે શખ્સે મને કહેલ કે 'તમે નજીક આવો તમા ખાસ કામ છે.' તેમ કહેતા મેં કહેલ કે તમારી નજીક એમ હત્પં નહી આવુ તમે બોલો તમારે હત્પં કામ છે. તેમ હેતા તેણે કહેલ કે નજીક આવો એટલે તમને ખબર પડે' તેમ કહેતા હું ડરી ગયો અને તેને કહેલ કે 'તું ઉભો રહે હું હમણા આવું' કહી હું મારા ઘરમાં જતો રહયો બાદ તેણે કહેલ કે 'કાલે કેસની તારીખ છે, એટલે જતો નહીં કેસ પાછો ખેંચી લેજે રોડ ઉપર ભુસી નાખીશ અને આજે તું અહીં આવ તને જાનથી મારી નાખવો છે. તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો. અને એકટીવામાં ભાગી ગયો હતો. બાદ અમે ગામડે કામ અર્થે જતા રહયા હતા.બાદ આ બનાવની મેં મારા કાકા મયુરભાઈ દેવજીભાઈ ગધેથરીયાને જાણ કરતા તેણે મને જણાવેલ કે 'આવો જ એક શખ્સ મારી પાસે પણ આવ્યો હતો.' અને આ જમીનની માપણી કરવાનું જણાવ્યું હતું. અને તે વખતે હત્પં આપણી જમીન ખાતે હતો. ત્યારે મેં તેનો વિડીયો બનાવ્યો છે કહયું હતું અને તે વડીયો મને મોકલ્યો હતો. મેં વિડીયો જોતા આ અજાણ્યો શખ્સ પીનાકીન ઉમેદભાઈ દોંગા હતો. જેની જાણ મને દસ્તાવેજમાં સાક્ષી તરીકે હોઈ, તેમ જાણવા મળ્યું હતું. આથી પોલીસ સમક્ષ પીનાકીન દોંગાનું નામ જણાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
February 25, 2025 05:29 PMઆ જગ્યાએ પોલીસકર્મીઓ શીખી રહ્યા છે 'મેકઅપ' ,સરકાર પોતે કરી રહી છે બ્યુટી ક્લાસનું આયોજન!
February 25, 2025 05:01 PMપટેલકા ગામમાં પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ કર્યો આપઘાત
February 25, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech