જામરકંડોરણાના મોટા ભાદરા ગામે સોશિયલ મીડિયા પોસ્ટને લઇ સરપચં અને અહીં પાનની દુકાન ધરાવનાર દુકાનદાર વચ્ચે મારમારી થઇ હતી.જેમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામકંડોરણાના મોટા ભાદરા ગામના સરપચં અશ્વિન વિઠ્ઠલભાઈ અંટાળા (ઉ.વ ૪૮) દ્રારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા હિતેશ રાજેશભાઈ સાકરીયા અને ધનવીબેન હિતેશભાઈ સાકરીયાના નામ આપ્યા છે.
સરપચં અશ્વિનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોબાઇલમાં હિતેશ સાકરીયાએ મેસેજ કર્યેા હોય જેમાં ફોટો મોકલ્યો હતો જે ફોટામાં પોસ્ટ લખી હતી કે, ગોંડલના જયરાજસિંહ જાડેજા અને અલ્પેશ ઢોલરીયા વિશે મેં પોસ્ટ મૂકી હોય જે બાબતે મારા ફોનમાં જામકંડોરણા તાલુકા તથા ગોંડલ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો ધમકીભર્યા ફોન આવ્યા છે, તે ફોન અમારા ગામના સરપચં અશ્વિન અંટાળાના કહેવાથી આવ્યા છે. જેથી આવી પોસ્ટને લઇ સરપચં આ હિતેશભાઈ સાકરીયાની દુકાને તેને સમજાવવા માટે ગયા હતા અને કહ્યું હતું કે, તે પોસ્ટમાં માં નામ કેમ લખ્યું છે? હત્પં તને શા માટે માર ખવડાવું આવું લખાણ મારા મોબાઈલમાં મોકલતો નહીં કેમ કહેતા હિતેશે કહ્યું હતું કે પોસ્ટ તો હત્પં મૂકીશ જ તારાથી થાય તે કરી લે તેમ કહી હિતેશ તથા તેની પત્ની ધનવી ગાળો દેવા લાગ્યા હતા. દરમિયાન ફરિયાદીના પત્ની ઇન્દુબેન તથા ઇલાબેન સંજયભાઈ પોકીયા પણ અહીં આવી ધન્વીબેનને સમજાવવાની કોશિશ કરતા તેમણે ઉશ્કેરાય ફરિયાદીના પત્ની ઇન્દુબેનને ધક્કો મારી પછાડી દીધા હતા જેમાં તેમને માથામાં ઇજા પહોંચી હતી તેમજ હિતેશે ઈંટ ઉપાડી છૂટો ઘા કરતા ફરિયાદીને કાંડામાં ઇજા પહોંચી હતી. બાદમાં ડરના લીધે તેઓ જતા રહ્યા હતા ત્યારબાદ તેમણે આ મામલે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સામાપક્ષે ધનવીબેન હિતેશભાઈ સાકરીયા (ઉ.વ ૨૮ રહે. મોટા ભાદરા) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામના સરપચં અશ્વિન અંટાળા તેની પત્ની ઇન્દુબેન અને ઇલા સંજયભાઈ પોકીયાના નામ આપ્યા છે. ધન્વીબેને જણાવ્યું હતું કે, તેઓ મોટા ભાદરા ગામે આંગણવાડીમાં આશા વર્કર તરીકે નોકરી કરે છે તેમજ તેમના પતિને મોટા ભાદરા મેન બજારમાં ઘર પાસે શિવાંશ પાન નામની દુકાન છે. ગઈકાલે સવારના ૯:૦૦ વાગ્યા આસપાસ અહીં તેમના ઘર પાસે સરપચં અશ્વિન અંટાળા જોર જોરથી રાડો પાડતા હતા જેથી તેઓ બહાર જઈ જોતા સરપચં ગાળો બોલતા હતા અને તેની પત્ની ઇન્દુ તથા હાથમાં લાકડીના બડીકો લઇ ઉભા હતા અને ફરિયાદીના પતિને ગાળો આપતા હતા જેથી ફરિયાદીએ ગાળો ન બોલવાનું કહેતા અશ્વિને ઘરની ડેલી પાસે આવી તેના વાળ ખેંચી કહ્યું હતું કે તારા પતિને બહાર કાઢ તેમજ ઇન્દુ તથા ઈલા ડેલી તરફ આવતા હોય જેથી ડેલી બધં કરવા જતા ઇન્દુને ધક્કો લાગતા તે પડી ગયા હતા. બાદમાં આ ત્રણેયથી નીકળી ગયા હતા અને ફરિયાદીના પતિને કહેતા હતા કે, તું ઘરની બહાર નીકળ તારા ટાંટિયા ભાંગી નાખવા છે અને ફરિયાદીને કહ્યું હતું કે, તારી આંગણવાડી નોકરી મુકાવી દેવી છે તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ બાબતે ફરિયાદીએ તેમના પતિને પૂછતા તેણે કહ્યું હતું કે સરપચં અશ્વિન અંટાણા અહીં આવ્યો હતો અને કહ્યું હતું કે, તે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરી છે તે પાછી ખેંચી લેજે નહીંતર તને ગોંડલમાં અલ્પેશ ઢોલરીયાવાળી જે મીટર ચાલે છે તેમાં ફીટ કરી દઈશ અને ગામ બહાર નીકળીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. જેથી આ અંગે મહિલાએ સરપચં વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech