રાજકારણને 100 ટકા સમય આપી શકીશ ત્યારે આવીશ: રણદીપ હુડ્ડા

  • March 18, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ તે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ હવે એક્ટરે પોતે આ વિશે વાત કરી છે અને કહ્યું છે કે શું તે રાજકારણમાં આવવાનો છે કે નહીં.

એક્ટર રણદીપ હુડ્ડા હાલમાં તેની અપકમિંગ ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સાવરકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સાથે જ રિપોર્ટ મુજબ તો ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ હવે રણદીપ હુડ્ડાએ આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે રાજકારણમાં પ્રવેશને લઈને તેનો શું પ્લાન છે.

તાજેતરમાં  રણદીપ હુડ્ડાએ કહ્યું હતું કે, "ફિલ્મ મેકિંગ અને એક્ટિંગની જેમ રાજનીતિ પણ એક ગંભીર કારકિર્દી છે. હું મારા અભિનય પ્રત્યે ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને મારા દિલથી અભિનય કર્યો છે. જો હું રાજનીતિમાં સામેલ થવું, તો તે હું ફુલ ટાઈમની નોકરીની જેમ કરીશ.

હું એવી વ્યક્તિ નથી કે જે એક જ સમયે ઘણી વસ્તુઓ કરી શકે. હાલમાં મારી પાસે એક એક્ટર તરીકે ઘણી ફિલ્મો છે. આ સિવાય નિર્દેશક તરીકેનું મારું કરિયર પણ નવું છે અને હું તેનો આનંદ માણી રહ્યો છું.

રણદીપ હુડ્ડાએ વધુમાં કહ્યું કે મારું ફિલ્મી કરિયર છોડીને રાજકારણમાં આવવાનો અત્યારે યોગ્ય સમય નથી, કારણ કે તેનાથી હું અધવચ્ચે રહી જઈશ, જે મને ઉત્સાહિત કરશે નહીં. મને સ્વચ્છતા અભિયાનમાં જોડાવું, પર્યાવરણ માટે કામ કરવું ગમે છે. મને શરૂઆતથી જ આમાં રસ છે. પરંતુ આપણે ભવિષ્ય વિશે કંઈપણ જાણતા નથી.

રણદીપ હુડ્ડાની આ ફિલ્મ હિન્દી અને મરાઠીમાં 22 માર્ચે રિલીઝ થઈ રહી છે. આમાં તેની સાથે અંકિતા લોખંડે પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પણ રણદીપે જ કર્યું છે અને તે આ સાથે ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. તે ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News