એજન્સીઓના દૂપયોગનો ભોગ તો હું બન્યો હતો: શાહ

  • March 30, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માટે દબાણ કર્યું હતું . ખાનગી ચેનલના કાર્યક્રમમાં વિપક્ષના આરોપ્ના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વાત કહી હતી.


અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સીબીઆઈ મારા પર દબાણ કરી રહી હતી. આમ છતાં અમે ક્યારેય હાયતોબા નહોતી કરી. રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હોય. તેમની પહેલા 19 સાંસદોની સભ્યતા ગઈ, તો લોકશાહી ખતરામાં ન હતી, માત્ર રાહુલ ગાંધીના કિસ્સામાં લોકશાહી ખતરામાં આવી ગઈ છે ?
અમિત શાહે કહ્યું કે, હું કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો શિકાર છું. શું કોંગ્રેસે અમારી વિરુધ્ધ ભ્રષ્ટાચારનો કેસ નહોતો કર્યો ? એક એન્કાઉન્ટર થયું હતું. તે સમયે હું ગુજરાતનો ગૃહમંત્રી હતો.સીબીઆઈએ મારી ધરપકડ કરી હતી. 90 ટકા સવાલોમાં એ જ હતું કે, કેમ પરેશાન થઈ રહ્યા છો, મોદીનું નામ આપી દો, તમને છોડી મૂકીશું.


અમિત શાહે કહ્યું કે, અમે તો કાળા કપડાં નહોતા પહેયર્,િ અમે તો કોઈ વિરોધ નહોતો કર્યો. એક રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુધ્ધ એસઆઈટી બનાવવામાં આવી હતી. કોઈ ભ્રષ્ટાચારનો કેસ નહોતો. રમખાણોમાં ભૂમિકાનો ખોટો કેસ કર્યો જેને અંતે સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો. અમે તો કોઈ હાય તોબા નહોતી કરી. કાળા કપડાં પહેરીને અમે તો સંસદને જામ નહોતી કરી. આ સાથે અમિત શાહે કહ્યું કે, મારી ધરપકડ કયર્નિા 90 દિવસમાં હાઇકોર્ટે મને જામીન આપ્યાં.કોર્ટે કહ્યું કે, ધરપકડ કરવાં માટે જરૂરી સબૂત નથી.

આ સાથે અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે તેમની સામે ગુજરાતની બહાર મુંબઈમાં કેસ ચલાવ્યો. પણ મને કોઈ આપત્તિ નહોતી. જોકે ત્યાં પણ કોર્ટે કહ્યું કે, રાજનીતિક બદલાની ભાવનાથી સીબીઆઈએ રાજકીય ઈશારો પર આ કેસ કર્યો છે. એટલે અમે અમિત શાહ વિરુદ્ધનાઅ કેસ અને તમામ આરોપોને રદ્દ કરીએ છીએ. અમે હાય તોબા નહોતી કરી. ત્યારે પણ આ લોકો જ હતા. પણ અમે એમની સામે કોઈ જૂથો કેસ નહોતો કર્યો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application