વિવેક ઓબરોયનું દર્દ છલકાયું
જાણીતા અભિનેતા વિવેક ઓબરોયે જણાવ્યું કે એક તબક્કે 'હું મારા જીવનમાં એક અંધારામાં હતો. મે પણ સુશાંતે જે કર્યું તે કરવાનું વિચાર્યું હતું. તમારા જીવનમાં આ ત્યારે થાય છે જ્યારે અંગત અને પ્રોફેશનલ જીવનમાં એક સાથે જ બધુ ખરાબ થવા લાગે.ત્યારે બીજું કશું સુજે જ નહી.વિવેક ઓબરોય બોલીવુડનો એક સારો અભિનેતા છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂમાં તેના જીવનમાં આવેલ ખરાબ સમય વિશે વાત કરી હતી. તેના જીવનમાં પણ એક એવો સમય આવ્યો હતો જ્યારે તે ખૂબ દુ:ખી હતો. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તે પણ સુશાંત સિંહ રાજપૂતની જેમ ખુદનો જીવ લેવા ઈચ્છતો હતો.
વિવેક ઓબરોયે જણાવ્યું કે 'હું મારા જીવનમાં એક અંધારામાં હતો. મે પણ સુશાંતે જે કર્યું તે કરવાનું વિચાર્યું હતું. તમારા જીવનમાં આ ત્યારે થાય છે જ્યારે અંગત અને પ્રોફેશનલ જીવનમાં એક સાથે જ બધુ ખરાબ થવા લાગે.
માતા પાસે જઈ રડી પડ્યો હતો
વિવેક ઓબરોયે વધુમાં જણાવ્યું કે આ ખરાબ સમયમાં તે તેની માતા પાસે ગયો હતો. તે તેની માતાના ખોળામાં માથું રાખી ખૂબ રડ્યો હતો અને આ સાથે દરેક ફરિયાદો પણ કરી હતી. તે લગભગ 40 મિનિટ જેવું તેની માતાના ખોળામાં માથું રાખીને રડ્યો હતો. મારી માતા રાહ જોઈ રહ્યા હતા. પછી તેમને મને કહ્યું કે દીકરા જ્યારે તને એવોર્ડ મળી રહ્યા હતા, તારા વખાણ થઈ રહ્યા હતા, પ્રેમ મળી રહ્યો હતો, ત્યારે તે ભગવાનને કેમ ન પૂછ્યું કે 'હું જ કેમ'.
ખરાબ સમયમાં પરિવારે સાથ આપ્યો હતો
માતાની આ વાતો સાંભળી વિવેક ઓબરોયની આંખો ખૂલી ગઈ. તેને સમજાય ગયું કે આ ખરાબ સમય પણ જતો રહેશે. આ ખરાબ સમયમાં તેનો પરિવાર તેની સાથે હતો. પરિવારે તેની હિંમત વધારી હતી. વિવેક ઓબરોય, રોહિત શેટ્ટીની સીરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' માં જોવા મળ્યો હતો. આ સીરીઝમાં તેની સાથે શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech