'હું સિંગલ છું, તને ગર્લફ્રેન્ડ ક્યારે મળશે?' એક વ્યક્તિએ દિલ્હી પોલીસ પાસે માંગી મદદ, મળ્યો મજેદાર જવાબ

  • June 03, 2024 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી દિલ્હી પોલીસે એક્સ પર પોતાની પોસ્ટથી ફરી એકવાર લોકોને હસાવ્યા છે. એક વ્યક્તિએ દિલ્હી પોલીસને એક્સ પર તેના માટે ગર્લફ્રેન્ડ શોધવાનું કહ્યું, તો પોલીસે પણ તેની મજા લીધી અને બરાબરનો જવાબ આપ્યો છે.

પોલીસે 'નો ટોબેકો ડે' પર લોકોની જાગૃતિ માટે એક પોસ્ટ મુકી હતી. તેના કોમેન્ટ સેક્શનમાં શિવમ ભારદ્વાજ નામના વ્યક્તિએ લખ્યું- ‘મેરી ગર્લફ્રેન્ડ કબ બનવાઓગે, મે અભિતક સિંગલ હું.’ અહીં શિવમે ભૂલથી 'સિંગલ'ને 'સિગ્નલ' લખી દીધું હતું. હવે આના જવાબમાં દિલ્હી પોલીસે લખ્યું- 'સર, હમ ગર્લફ્રેન્ડ ઢૂંઢને મે આપકી મદદ જરૂર કરેંગે અગર વહ ખો ગઈ હૈ. ટીપ- અગર આપ સિગ્નલ હૈ તો ઉમ્મીદ કરતે હૈ કી લાલ નહિ હરે હોંગે’. 

દિલ્હી પોલીસનો આ જવાબ વાયરલ થયો છે અને લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. લોકોએ આના પર ઘણી કોમેન્ટ કરી છે. મોટાભાગના લોકોએ કહ્યું- અમેઝિંગ હ્યુમર. એક લખ્યું- દિલ્હી પોલીસની સ્ટાઈલ અનોખી છે. એક યુઝરે લખ્યું- 'તમારી સોશિયલ મીડિયા માર્કેટિંગ ટીમને અદ્ભુત કન્ટેન્ટ માટે એવોર્ડ મળવો જોઈએ.'

દિલ્હી પોલીસના એક્સ પર 10 લાખ અને ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફની પોસ્ટ્સ અને ક્રિએટિવ કન્ટેન્ટ દ્વારા, દિલ્હી પોલીસ ઘણીવાર માર્ગ સલામતી અને સાયબર સુરક્ષા સહિતના વિવિધ વિષયો વિશે જાગૃતિ ફેલાવે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, દિલ્હી પોલીસે વેબ-સિરીઝ 'પંચાયત' દ્વારા પ્રેરિત પોસ્ટની મદદથી નશામાં ડ્રાઇવિંગ સામે ચેતવણી આપી હતી. આ પોસ્ટ પણ વાયરલ થઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News