ઉત્સવ ફિલ્મના શુટિંગનો કિસ્સો શેર કરતા શેખર સુમન બન્યો
ભાવુક શેખર સુમને તેની કરિયરની શરૂઆતમાં ઘણા ટીવી શો અને ફિલ્મો કરી, જેના માટે તેના ખૂબ વખાણ થયા. આમાંથી એક છે 1984માં આવેલી ફિલ્મ ‘ઉત્સવ’. આ ઇરોટિક ડ્રામા ફિલ્મમાં શેખર સુમન સાથે બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા મુખ્ય ભૂમિકામાં હતી. ઇરોટિક ડ્રામામાં શેખર સુમન અને રેખા પર કેટલાક ઇન્ટીમેટ સીન પણ શૂટ કરવામાં આવ્યા હતા. રેખા અને શેખર સુમનની સાથે, શશિ કપૂર, અમજદ ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા સહિતના અન્ય કલાકારો પણ ‘ઉત્સવ’ માં જોવા મળ્યા હતા. આ શેખર સુમનની પહેલી ફિલ્મ હતી, જે તેની રિલીઝના 40 વર્ષ પૂર્ણ કરી રહી છે તે દરમિયાન, શેખર સુમને આ ફિલ્મ અને રેખા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં શેખર સુમને તેની પહેલી ફિલ્મ ‘ઉત્સવ’ વિશે ઘણા ખુલાસા કર્યા. તેણે રેખા સાથે જોડાયેલો એક કિસ્સો પણ સંભળાવ્યો, પોતાની ફિલ્મ વિશે વાત કરતાં શેખર સુમને કહ્યું- ‘ભારતીય સિનેમામાં કોઈપણ ન્યૂકમર માટે આ સૌથી શાનદાર બ્રેક હોઈ શકે છે. મને 15 દિવસમાં એક ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો હતો. મેં હજી મારી સૂટકેસ પૂરી રીતે ખોલી નહોતી અને હું સેટ પર હતો. રેખા સાથે શૂટિંગ કરી રહ્યો હતો. આ તક માટે હું હંમેશા શશિ કપૂર, ગિરીશ કર્નાડ અને રેખાજીનો આભારી રહીશ. આ ફિલ્મના એક ઈન્ટિમેટ સીનના શૂટિંગ દરમિયાન રેખાના ઘર પર ઈન્કમ ટેક્સનો દરોડો પડ્યો હતો. આ ઘટના વિશે વાત કરતા શેખર સુમને કહ્યું- ‘આજ સુધી હું રેખા જેવા પ્રોફેશનલ એક્ટરને મળ્યો નથી. જો તે અન્ય કોઈ એક્ટર અથવા એક્ટ્રેસ હોત, તો તે તેની બેગ પેક કરીને નીકળી ગયી હોત. તેણે કહ્યું, ‘તેમને તેમનું કામ કરવા દો, હું અહીં જ રહીશ અને મારું કામ કરીશ.’ મને ડર હતો કે, તે ચાલી જશે અને મારી દુનિયા ઉજડી જશે. તેના જવાથી ફિલ્મ રદ્દ થઈ જશે અને મારા સપના ચકનાચૂર થઈ જશે. શેખર સુમને એ પણ જણાવ્યું કે એક્ટ્રેસ સેટ પર ખૂબ જ પ્રોફેશનલ હતી. અન્ય કોઈપણ એક્ટ્રેસથી વિપરીત, તેણે ઈન્ટીમેટ સીન શૂટ કરતી વખતે ફિઝિકલ કોન્ટેક્ટર્કને લગતા સીન કરવાની ક્યારેય ના નથી પાડી. શેખર સુમને કહ્યું- “તે ખૂબ જ પ્રોફેશનલ એક્ટર છે. હું હંમેશા તેમનો આભારી રહીશ.” હાલ શેખર સુમન સંજય લીલા ભણસાલીની આગામી સિરીઝ ‘હીરામંડી’માં પોતાના રોલને લઈને ચર્ચામાં છે. શેખર સુમન આ મોસ્ટ અવેટેડ સિરીઝમાં ઝુલ્ફીકાર અહેમદના રોલમાં જોવા મળશે. તેની સાથે તેનો દીકરો અને એક્ટર-સિંગર અધ્યયન સુમન પણ આ સીરિઝમાં જોવા મળશે. આ સીરિઝમાં તે જોરાવર અલી ખાનના રોલમાં જોવા મળશે. આ સીરિઝ 1 મેના રોજ Netflix પર સ્ટ્રીમ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech