મારી પાસે ભારતમાં કોઈ જમીન, ઘર કે શેર પણ નથી: સેમ પિત્રોડા

  • February 27, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડા હમણાથી બે વિવાદોમાં ફસાયેલા છે. એક તરફ, તેમના આઈઆઈટી રાંચી વેબકાસ્ટના દાવાઓ પર પ્રશ્નો ઉભા થયા હતા અને બીજી તરફ, ભાજપ્ના નેતાઓએ તેમના પર સરકારી જમીન પર કબજો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢતા, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે ભારતમાં કોઈ જમીન, ઘર કે શેર નથી. તેમણે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેમને બિનજરૂરી રીતે વિવાદમાં ઘસવામાં આવી રહ્યા છે.
ભાજપ્ના નેતા એન. આર. રમેશે આરોપ લગાવ્યો છે કે સેમ પિત્રોડાએ વન વિભાગના અધિકારીઓ સહિત પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મળીને બેંગલુરુના યેલહંકા ખાતે 12.35 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ જમીનની કિંમત આશરે 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કિસ્સામાં, રમેશ જે બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર છે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કણર્ટિક લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી છે.
સેમ પિત્રોડાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એક્સ ’ પર એક નિવેદન જારી કરીને કહ્યું, ભારતીય મીડિયામાં તાજેતરના સમાચારોને ધ્યાનમાં રાખીને, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારી પાસે ભારતમાં કોઈ મિલકત નથી. મારી પાસે કોઈ જમીન, ઘર કે શેર નથી.
અમેરિકામાં રહેતા કોંગ્રેસ નેતાએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમણે ભારત સરકાર સાથે કામ કરતી વખતે ક્યારેય કોઈ પગાર લીધો નથી. તેમણે કહ્યું, મેં 1980ના દાયકામાં વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે કામ કર્યું હોય કે 2004 થી 2014 સુધી ડો. મનમોહન સિંહ સાથે, મેં ક્યારેય કોઈ પ્રકારનો પગાર લીધો નથી. આ ઉપરાંત, સેમે ભ્રષ્ટાચાર અંગે એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું, હું એ વાત રેકોર્ડ પર મૂકવા માંગુ છું કે મારા સમગ્ર જીવનમાં - 83 વર્ષમાં, મેં ક્યારેય કોઈ લાંચ આપી નથી કે સ્વીકારી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application